તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

અકસ્માત:ટેમ્પાના ચાલકે મોપેડને ટક્કર મારતાં 13 વર્ષીય પુત્રનું મોત, પિતાને ઈજા

મેઘરજએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • મેઘરજના રામગઢી રોડ પર ગીરીમાળા ખેડૂત ઉત્પાદક મંડળી પાસે અકસ્માત

મેઘરજ તાલુકાના રામગઢી રોડ પર આવેલ ગીરીમાળા ખેડૂત ઉત્પાદક મંડળી આગળ ટેમ્પાના ચાલકે મોપેડને આગળથી ટક્કર મારી ભાગી જતાં પિતા-પુત્રને ગંભીર ઈજાઓ પહોંચી હતી. જેમાં 13 વર્ષીય પુત્રનું સારવાર દરમિયાન મોત નીપજતા પરીવારજનોમાં આક્રંદ છવાયો છે. બાંઠીવાડા ગામના રામાભાઈ લાખાભાઈ ડામોર અને તેમનો પુત્ર નિકુલ અને તેમના મોટા દિકરાની વહુ કાજલબેન આ ત્રણેય જણા પોતાની મેસ્ટ્રો મોપેડ ટુવ્હીલર લઈને મંગળવારે મેઘરજ જવા નીકળ્યા હતા. ત્યારે મેઘરજ રામગઢી રોડ પર ગીરીમાળા ખેડૂત ઉત્પાદક મંડળી આગળ દુધ મંડળીમાં દુધનું વહન કરતા ટેમ્પાના ચાલકે મોપેડને આગળના ભાગે ટક્કર મારી ભાગી ગયો હતો.

આ અકસ્માતમાં પિતા-પુત્રને ગંભીર ઈજાઓ પહોંચી હતી. બંનેને સારવાર અર્થે મોડાસાની ખાનગી હોસ્પિટલમાં ખસેડાતાં પુત્રને માથાના ભાગે ગંભીર ઈજાઓ થયેલ હોવાથી સારવાર દરમિયાન પુત્ર નીકુલ રામાભાઈ ડામોર ઉવ.આ.13ને મોત થતાં મેઘરજ સરકારી હોસ્પિટલમાં લાશનું પી.એમ.કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. મૃતકના પરીવારજન રમેશભાઈ રાયચંદભાઈ ડામોરે મેઘરજ પોલીસ મથકે ફરીયાદ નોંધાવતા પોલીસે અકસ્માત સર્જી ભાગી ગયેલા ટેમ્પા ચાલક સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...