તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

લોકમાંગ:મેઘરજના ભેમાપુર મેડી સ્ટેશન વિસ્તારમાં પીવાના પાણીની તંગી

મેઘરજ19 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • વિસ્તારમાં સત્વરે હેન્ડપંપ બનાવવા લોકમાંગ

મેઘરજના મેડી ભેમાપુર સ્ટેશન વિસ્તારમાં હેન્ડપંપ ન હોવાથી પીવાના પાણીની તંગીથી ફળીના રહીશો અને રાહદારીઓ ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. ત્યારે પાણી પુરવઠાતંત્ર ઘોર નિંદ્રામાંથી જાગી તાકીદે હેન્ડપંપ બનાવી પાણીની તંગીની સમસ્યાનો નિવેડો લાવવા માંગ કરી છે.

ભેમાપુર પંચાયત વઋસ્તારના મેડીમાં સ્ટેશન વિસ્તારમાં આશરે 20 - 25 જેટલા મકાનો છે અને આજુબાજુના લોકો પણ મેઘરજ અને મોડાસા આવન જાવન માટે મેડી સ્ટેશને આવે છે. મેડી સ્ટેશન વિસ્તારમાં આજદિન સુધી પાણીપુરવઠા તંત્ર દ્વારા હેન્ડપંપની સુવીધા ઉભી ન કરતાં પાણીની વિકટ સમસ્યા સર્જાઇ છે અને રાહદારીઓને તેમજ મુસાફરોને અને ફળિયાના રહીશોને પીવાના પાણી માટે આમતેમ વલખાં મારવાનો વારો આવ્યો છે ત્યારે પાણીપુરવઠા તંત્ર દ્વારા મેડી સ્ટેશન વિસ્તારમાં તાકીદે સર્વે કરાવી સરકારી હેન્ડપંપ બનાવવા મુસાફરો,રહીશો અને રાહદારીઓમાં માંગ ઉઠી છે.

અન્ય સમાચારો પણ છે...