મેઘરજ નગરમાં 5 વર્ષનું બાળક પોતાના માતા-પિતાને શોધવા વલખા મારી રહ્યુ હતુ પરંતુ માતા-પિતા ન મળતા બાળક ચોધાર આંસુએ રડવા લાગતા બાળકને મેઘરજ પોલીસ મથકે લઈ જઈ તેના વાલી વારસોને શોધી 5 વર્ષના બાળકને તેના પિતાને સુપરત કરવામાં આવ્યો હતો.
અભયમ ચુડાસમા પોલીસ મહાનિર્દેશક ગાંધીનગર અને અરવલ્લી જિલ્લા પોલીસ વડા સંજય ખરાત અને ના.પો.વડા બી.બી.બસીયાની સુચના અન્વયે ગુમ થયેલ બાળકોને શોધવા મેઘરજ પોલીસ સ્ટેશનના ઈ.પી.આઈ.એમ.ડી.પંચાલ અને પોલીસ સ્ટાફના માણસો પેટ્રોલીંગમાં હતા તે દરમિયાન એક નાનો બાળક રડતો હોઈ મેઘરજ પોલીસે બાળકની ખાત્રી કરી તેના વાલી વારસોની શોધખોળ કરતાં તેના વાલી વારસો ન મળી આવતા બાળકને મેઘરજ પોલીસ મથકે લઈ જવામાં આવ્યો હતો.
સોશીયલ મીડીયા દ્વારા બાળકના ફોટાના આધારે બાળકના વાલી વારસોએ મેઘરજ પોલીસ મથકનો સંપર્ક કરવા જણાવ્યુ હતું જેથી બાળકના પિતાને વોટસએપ ગ્રૃપમાં ફોટો બતાવતા મળી આવેલ બાળક પોતાનું હોવાનુ જણાવતા અને બાળકનુ નામ યાકુબ ઉ.વ.5 અને બાળકે પણ પોતાના પિતા રાજુભાઈ શનાધાઈ કળમી રહે.પાંચવાડા,તા.ઘરબાળા.જી.દાહોદને ઓળખી બતાવતા મેઘરજ પોલીસે વિખુટા પડેલ બાળકને પોતાના પિતા સાથે મિલન કરવાતા મેઘરજ પોલીસની સરાહનીય કામગીરીને નગરજનોએ બિરદાવી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.