મુશ્કેલી:મેઘરજની મદની સોસાયટીમાં વિજ પુરવઠો ખોરવાતા રહીશોને હાલાકી

મેઘરજ6 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • વિજ વિભાગમાં ફોન કર્યા હતા પરંતુ કોઈએ પણ ફોન રિસીવ કર્યો ન હતો

મેઘરજ નગરની મદની સોસાયટીના 70 જેટલા ઘરોમાં ગત શનિવાર 12/6/21ના રોજ રાત્રે 2 વાગ્યાના અચાનક વિજ પુરવઠો બંધ થઈ જવા પામ્યો હતો જેથી સોસાયટીના રહીશો દ્વારા વિજ વિભાગના નાઈટ ડ્યુટી પર રહેતા હેલ્પરોને ફોન કર્યા હતા પરંતુ કોઈ એ પણ ફોન રિસીવ કર્યો ન હતો.વિજ પુરવઠો ખોરવાતા સોસાયટી રહીશોને આખી રાત લાઈટ વગર વિતાવવી પડી હતી જેથી વિજ વિભાગની પ્રિ મોન્સૂન કામગીરી અને રાત્રી પેટ્રોલિંગ પર પણ પ્રશ્નાર્થ ચિહ્નન લાગી ગયું હોય તેમ જણાય આવે છે.

સોસાયટીના રહીશ રહીમભાઈ ચડીના જણાવ્યા અનુસાર આખી રાત એન્જીનીયરથી લઈને હેલ્પરોને ફોન કર્યા પરંતુ એકપણ કર્મચારીઓ ફોન રિસીવ કર્યો ન હતો, જે બાદ સવારે 5 વાગ્યાના અરસામાં એક હેલ્પર દ્વારા ફોન રિસીવ કરાતાં તેને કહ્યું કે કોઈ પ્રાઇવેટ ટેક્નિશિયન બોલાવી લો અત્યારે અમો આવી શકીએ તેમ નથી. 10 હજાર ઉપરની વસતી ધરાવતા મેઘરજ ગામમાં વિજ વિભાગ દ્વારા ઇમરજન્સીમાં જરૂર પડે કોઈ કર્મચારી નિયુક્ત કરાતો નથી.ચોમાસાના સમયગાળા દરમિયાન વિજ તંત્રની લાપરવાહીના કારણે કોઈ મોટી દુર્ઘટના થાય તો તેનો જવાબદાર કોણ? જેવી ચર્ચાઓ એ મેઘરજ નગરમાં જોર પકડ્યું છે.

લોક મુખે થતી ચર્ચા મુજબ નાઈટ ડ્યુટી પર નિયુક્ત કરેલા હેલ્પરો દ્વારા નવશિખા ખાનગી ટેક્નિશિયનોને વિજ વિભાગની ઇમરજન્સીની કામગીરી સોંપીને પોતે મીઠી નિંદ્રામાં પોઢી જાય છે ત્યારે આ કહેવાતા ખાનગી હેલ્પરો ડીપી ઉપર ચઢી વિજ વિભાગ વતીનું કામ કરે અને જો આકસ્મિક કોઈ અકસ્માત સર્જાય અને આ કહેવાતા ખાનગી હેલ્પરોનો જીવ જોખમાય તો જવાબદારી કોની?? તેવી ચર્ચાઓ ટોક ઓફ ધી ટાઉન બની છે.

અન્ય સમાચારો પણ છે...