મહામારી:રામગઢી પંચાયતના મનરેગા યોજના,નાણાપંચમાં ગેરરીતિ આચર્યાની રાવ, સરકારી નોકરી કરતા લોકોના મસ્ટરમાં નામ ચાલતાનો આક્ષેપ

મેઘરજ2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

 કોરોના વાયરસની મહામારીને લઈને બેરોજગાર અને શ્રમિકોને રૌજગારી મળી રહે તે માટે સરકાર ધ્વારા સોશીયલ ડીસ્ટન્સ અને સરકારની ગાઈડલાઈન મુજબ મેઘરજ તાલુકામાં મનરેગા યોજનાના કામો શરૂ કર્યા છે ત્યારે રામગઢી ગામ પંચાયતમાં મનરેગા અને નાણાપંચની યોજનામાં ગેરીરિતિ આચરાયા હોવાની લેખિતમાં રજુઆત ડી.ડી.ઓને કરfતા હડકંપ મચ્યો છે.

રામગઢી ગામના એક ઈસમે જીલ્લા વિકાસ અધિકારીને લેખિતમાં કરેલી રજુઆતમાં જણાવ્યુ છે કે રામગઢી ગ્રૃપ ગામ પંચાયત વીસ્તારના વિકાસના કામો તેમજ અન્ય કામોની તપાસ કરવામાં આવે તેમજ વધુમાં જણાવ્યુ છે કે ૦ થી ૨૦ સુધીના ઉંમરના બાળકોના પણ મસ્ટરમાં નામ ચાલે છે તે અંગે તપાસ હાથ ધરાય અને જે ગરીબ લાભાર્થી છે અને જે કામે જવા તૈયાર હોય છે તેવા શ્રમિકોનુ મસ્ટરમાં નામ ચડાવાતુ નથી તેમજ સરકારી અને અર્ધસરકારી નોકરીવાળા લોકોનૂ મનરેગા યોજનામાં નામો ચલાવે છે અને સાચા અરજદારો યોજનાના લાભથી વંચિત રહે છે આવા આક્ષેપો સાથ અરવલ્લી જીલ્લા વિકાસ અધિકારીને લેખિતમાં રજુઆત કરી  ગેરરીતી અંગે સ્થળ તપાસ હાથ ધરી યોગ્ય કરવાની માંગ કરી છે.

અન્ય સમાચારો પણ છે...