તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સેવા:મેઘરજ તાલુકાના પ્રાથમિક શિક્ષકોએ મોડાસા સાર્વજનિક હોસ્પિટલમાં 5.26 લાખનું દાન કર્યું

સીસોદરા9 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • હોસ્પિટલમાં ઓક્સિજન ક્ષમતા અને બેડની સંખ્યા વધારવા દાન અર્પણ કરાયું

અરવલ્લીમાં કોરોનાના કેસો વધતાં સરકારી અને ખાનગી હોસ્પિટલો ઉભરાઈ રહી છે. ત્યારે ઓક્સિજનના અભાવે કોઇ દર્દીનું મોત ન થાય તે માટે અરવલ્લી જિલ્લા શિક્ષણાધિકારીના વિચારથી કોવિડ હોસ્પિટલમાં બેડની સંખ્યા વધારવા મેઘરજ તાલુકાના પ્રાથમિક શિક્ષકોએ રૂ.5,26,051 નું દાન એકઠુ કરી મોડાસાની સાર્વજનિક કોવિડ હોસ્પિટલને દાનનો ચેક આપ્યો હતો. મોડાસા સાર્વજનિક હોસ્પિટલમાં ઓક્સિજન પ્લાન્ટનો પ્રારંભ કરી આઈ.સી.યુ અને વેન્ટિલેટર સહિતના બેડ વધારાયા છે. ત્યારે 6 લાખ જેટલી રકમ હોય તો વધુ 25 બેડ વધારી શકાય તેમ હતા.

ત્યારે સુવિધા સહિતના 25 જેટલા બેડ વધારવા જિલ્લા પ્રા.શિક્ષણાધિકારી સ્મિતાબેન પટેલ અને ના.જિલ્લા પ્રા.શિક્ષણાધિકારી સમીરભાઈ પટેલના મદદ કરવાના વિચારથી તાલુકાના બી.આર.સીઓ સાથે બેડ વધારવા ફંડ એકઠુ કરી દાન આપવાનો વિચાર મૂકતા તમામ બી.આર.સીઓ સહમત થયા હતા અને આ વિચાર તમામ સી.આર.સી.અને તમામ શિક્ષકોમાં મૂકતા મેઘરજ તાલુકાના તમામ 432 જેટલા પ્રાથમિક શિક્ષકોએ ફક્ત બે દિવસમાં જૂથવાઇઝ ઓનલાઇન ફંડ એકઠુ કરી બી.આર.સી દિલીપભાઈ પટેલને આપતાં તમામ કલ્સ્ટરની માહિતી સહિતના રૂ.5,26,051 જેટલા માતબર રકમના ફંડનો ચેક કોવિડ હોસ્પિટલમાં બેડ વધારવા અર્પણ કરાયો છે. બેડ વધારવા દાન કરનાર તાલુકાના તમામ પ્રાથમિક શિક્ષકોનો જિલ્લા શિક્ષણાધિકારી સ્મિતાબેન પટેલે આભાર માન્યો હતો..

ભિલોડા તાલુકાના શિક્ષકોએ રૂ. 2 લાખની સહાય કરી
ભિલોડા| સાર્વજનિક હોસ્પિટલ મોડાસામાં વધુ 25 ઓક્સિજન સહિતના બેડની ક્ષમતા વધારવા મદદ કરતાં ભિલોડા તાલુકાના બી.આર.સી.કો.ઓ. પંકજભાઈ ચૌહાણ અને એમની સી.આર.સી., જૂથમંત્રીની ટીમે જહેમત ઉઠાવી 2 લાખ જેટલી રકમ એકત્ર કરી હતી અને તે રકમ કોરોનાની સારવાર માટે મોકલી આપી હતી. જેના માટે જિલ્લાના ડી.પી.ઇ.ઓ. સ્મિતાબેન પટેલ, નાયબ ડી.પી.ઇ.ઓ. સમીરભાઈ સહિતે જહેમત ઉઠાવી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજની સ્થિતિ થોડી અનુકૂળ રહેશે. બાળકોને લગતા કોઇ શુભ સમાચાર મળવાથી મન પ્રસન્ન રહેશે. ધાર્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવાથી માનસિક શાંતિ પણ મળી શકે છે. નેગેટિવઃ- ધનને લગતું કોઇપણ પ્રકારનું લે...

  વધુ વાંચો