મેઘરજની વૈડી પ્રા.શાળામાં ઉપશિક્ષક તરીકે ફરજ બજાવતા શિક્ષકને તંત્રના વાંકે ઈજાફા અને સરકારી લાભો મળવાના બંધ થતાં બંધ થયેલ લાભો શરૂ કરાવવા પ્રા.શિક્ષક છેલ્લા પાંચ વર્ષથી શિક્ષણ શાખાની સરકારી કચેરીઓના ધરમધક્કા ખાઇ શિક્ષણશાખાના રેઢિયાળ વહીવટથી ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે.
વૈડી શાળામાં હાલ ઉપ શિક્ષક તરીકે ફરજ બજાવતા સિદ્ધરાજ રામસિંહ ખોખરીયા તા.30-05-1990 ના રોજ સરકારી પ્રા.શાળામાં ઉપશિક્ષક તરીકે નિમણૂંક પામ્યા હતા.તેઓ વર્ષ 2001માં મેઘરજની ડચકા-1 પ્રા.શાળામાં ઉ.શિક્ષક તરીકે ફરજ બજાવતા હતા. પાંચ માસ બાદ તા.કે.નિરીક્ષકે 246 દિવસની રજા મંજૂર કરી દીધી હતી. પરંતુ વધુ દિવસની રજા મંજૂર કરવાની હોય તો શિક્ષણ નિયામક ગુજરાત રાજ્ય ગાંધીનગરની સત્તા હોય છે. પરંતુ જેતે વખતના મેઘરજ તાલુકા કેળવણી નિરીક્ષકની વધુ દિવસની રજા મંજૂર કરવાની સત્તા ન હોવા છતા રજા મંજૂર કરતાં તંત્રના વાંકે પ્રા.શિક્ષકના વર્ષ 2003 થી એપ્રિલ 2007ના ઈજાફા અટકી જતા સમગ્ર ઘટનાનો ઘટસ્ફોટ થયો હતો.
દરખાસ્ત જિલ્લામાં મોકલી આપી છે
આ બાબતે તા.પ્રા.શિક્ષણાધિકારી લીલાબેન સુવેરાએ જણાવ્યું કે 59 દિવસ સુધીની રજા તા.પ્રા.શિક્ષણાધિકારી, 89 દિવસ સુધીની જિલ્લા પ્રા.શિક્ષણાધિકારી અને તેનાથી વધુ દિવસની રજા મંજૂર કરવાનો અધિકાર શિક્ષણ નિયામકનો હોય છે તેમજ વૈડી પ્રા.શાળાના શિક્ષકની રજૂઆત અમોને મળી છે. જે દરખાસ્ત અમોએ તા.09-12-2019ના રોજ જિલ્લામાં મોકલી આપી છે પરંતુ હજુ સુધી કોઈ પ્રત્યુત્તર આવ્યો નથી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.