તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પાણીની પારાયણ:મેઘરજના દરજીવાડામાં અનિયમિત પાણી આવતાં મહિલાઓમાં આક્રોશ

મેઘરજ18 દિવસ પહેલા
  • કૉપી લિંક
મહિલાઓએ તાલુકા પંચાયતમાં રજૂઆત કરી હતી. - Divya Bhaskar
મહિલાઓએ તાલુકા પંચાયતમાં રજૂઆત કરી હતી.
  • ગ્રામ પંચાયત અને તાલુકા પંચાયતમાં મહિલાઓએ રજૂઆત કરી

મેઘરજના દરજીવાડા વિસ્તારમાં છેલ્લા કેટલાય દિવસથી પાણી ન આવતાં અને અનિયમીત પાણીની સમસ્યાને લઈને મહિલાઓ ત્રાહિમામ પોકારી ઉઠતાં મંગળવારે મહિલાઓ મેઘરજ પંચાયત અને તાલુકા પંચાયતમાં જઈ પાણીની સમસ્યા અંગે રજૂઆત કરી તંત્ર સામે ભારે રોષ ઠાલવ્યો હતો.

મેઘરજમાં વાત્રક નદીના કિનારા વિસ્તારના દરજીવાડામાં છેલ્લા કેટલાય દિવસથી પાણી ન આવતાં અનિયમિત પાણીને લઈને ફળિયાની મહિલાઓને પાણી માટે વલખાં મારવાનો વારો આવ્યો છે. ત્યારે મંગળવારે ફળીયાની મહિલાઓ મેઘરજ ગમ પંચાયત અને પછી તાલુકા પંચાયતમાં જઈ પાણીની સમસ્યા અંગે રજૂઆત કરી હતી અને તંત્ર સામે ભારે રોષ ઠાલવ્યો હતો. મેઘરજ ટીડીઓએ સમસ્યા હલ કરવાની હૈયાધારણાં આપી હતી.

અન્ય સમાચારો પણ છે...