આક્રોશ:મેઘરજના રામગઢી રોડ પર વારંવાર પાણીની પાઇપલાઇન તોડતાં રોષ

મેઘરજ2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

મેઘરજ તાલુકાના રામગઢી રોડ પર બી.એસ.એન.એલ કંપની દ્વારા લાઈન નાખવાની કામગીરી શરૂ છે. ત્યારે આ કામગીરીમાં જેસીબી દ્વારા અનેક જગ્યાએ વારંવાર એસ.કે.૩ પાણીની પાઈપ લાઈનો તોડી નાખવામાં આવતા લાલાકુપા, હિરાટીંબા, બાંઠીવાડા અને સીસોદરા(મે) સહિતના ગામડાઓમાં સમયસર પાણી મળતુ ન હોવાથી પ્રજાને પાણી માટે વલખાં મારવાનો વારો આવ્યો છે. ત્યારે પાણીપુરવઠા દ્વારા લાઈન કોન્ટ્રાક્ટરને તૂટેલી પાઈપ લાઈનોનુ ભંગાણ રિપેર કરવાનુ વારંવાર કહેવા છતાં મરામત ન કરાતા કોન્ટ્રાક્ટરની ઘોર બેદરકારી સામે આવી છે. આ અંગે ઘટતી કાર્યવાહી કરવા લોકમાંગ ઉઠી છે.

અન્ય સમાચારો પણ છે...