તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રોષ:મેધરજથી વાત્રક નદીના પુલ સુધી ફુટપાથ બનાવવાની કામગીરી અધ્ધરતાલ થતાં રોષ

મેધરજ2 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • ફુટપાથ નહીં બનાવાય તો ગાંધીચિંધ્યા માર્ગે આંદોલન : સ્થાનીકો

મેઘરજ ઘેલીમાતા મંદિરથી વાત્રક નદીના પુલ સુધી માર્ગ અને મકાન વિભાગ દ્વારા રાહદારીઓ સરળતાથી ચાલી શકે તે માટે માર્ગની બંને બાજુ લાખોના ખર્ચે નવીન ફુટપાથ બનાવ્યો હતો પરંતુ છ વર્ષ અગાઉ મેઘરજમાં જિલ્લા પંચાયત સિંચાઈ વિભાગ અરવલ્લી દ્વારા રૂર્બન ગટર લાઈનનુ કામ મંજુર કર્યું હતુ જે કામ કરવા માટે રોડની બંને બાજુ લાખોના ખર્ચે બનાવેલ ફુટપાથ કાઢી નાખી હતી.

જે બાબતે માર્ગ અને મકાન વિભાગે જિલ્લા પંચાયત અરવલ્લી પાસેથી રૂ.80 લાખ ડીપોઝીટ ભરાવી હતી અને મેઘરજમાં ગટર લાઈનનુ કામ પુર્ણ થયાના છ વર્ષ ઉપરાંતનો સમય વિતી ગયાં હોવા છતાં માર્ગ અને મકાન વિભાગ દ્વારા જમા લીધેલ ડીપોઝીટની રકમમાંથી કાઢી નાખેલ ફુટપાથનુ કામ મેઘરજ ગામ પંચાયત દ્વારા વારંવાર લેખિત તેમજ મૌખિક રજુઆતો કરવા છતાં આજદીન સુધી કર્યુ નથી જેના કારણે મેઘરજનો ચારમાર્ગીય માર્ગ બે માર્ગીય બન્યો છે અને જાહેર માર્ગની બંને બાજુના એક એક લેન ઉપર ધુળનુ સામ્રાજ્ય ફેલાયુ છે જેના કારણે જાહેર માર્ગ ઉપર દુકાનદારો અને લારી ગલ્લાવાળાઓ દ્વારા ઠેરઠેર દબાણો ખડકી દેવાયા છે જેથી રાહદારીઓને જાહેર માર્ગ ઉપર ચાલવાની નોબત આવી છે જેના કારણે રાહદારીઓને વાહનોથી અનેક વાર અકસ્માતો પણ સર્જાયા છે અને ફુટપાથના અભાવે દૂકાનદારોએ ફુટપાથ સુધી દબાણો કરતા મેઘરજમાં વાહનોની ઓવરટેક કરવી પણ મુશ્કેલ બની છે

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આર્થિક સ્થિતિમાં સુધાર લાવવા માટે તમે તમારી કોશિશમાં થોડો પરિવર્તન લાવશો અને તેમાં તમને સફળતા પણ મળશે. થોડો સમય ઘરના બગીચામાં તથા બાળકો સાથે પસાર કરવાથી માનસિક સુકૂન મળી શકશે. કોઇ મિત્ર સાથે...

  વધુ વાંચો