ખુલાસો માગવામાં આવ્યો:ગેરહાજર સેક્ટર સુપરવાઈઝર અને બીએલઓને નોટિસ

મેઘરજ14 દિવસ પહેલા
  • કૉપી લિંક

મેઘરજ તાલુકામાં બુથ ઉપર મતદાર યાદી સુધારણા કાર્યક્રમમાં હાજર ન રહેનાર સેક્ટર સુપરવાઈઝર અને બી.એલ.ઓને નોટિસ પાઠવી ખુલાસો માગવામાં આવ્યો હતો.

અરવલ્લી જીલ્લાના મેઘરજ તાલુકામાં ચાલી રહેલ મતદાર યાદી સુધારણા કાર્યક્રમ 2022 અંતર્ગત ખાસ ઝુંબેશના રવિવારના દિવસે બુથ ઉપર હાજર રહેવા સૂચના આપવા છતાં હાજર ન રહેનાર સેક્ટર સુપરવાઈઝર અને બી.એલ.ઓને મદદનીશ મતદાર નોંધણી અધિકારી ૩૦-ભિલોડા વિ.સ.મત વિસ્તાર અને મામલતદાર મેઘરજ દ્વારા બુથ ઉપર હાજર ન રહેનાર અને કામગીરીમાં નિષ્કાળજી દાખવનાર સેક્ટર સુપરવાઈઝર અને બી.એલ.ઓને નોટીસ આપી ખુલાસો માગવામાં આવ્યો છે અને આ અંગેની જાણ જિલ્લા ચૂંટણી અધિકારી અને અરવલ્લી જિલ્લા કલેક્ટરને પણ કરવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...