તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
મેઘરજ તાલુકાના બાંઠીવાડા પાસે અચાનક રીક્ષા પલટી ખાતાં રીક્ષામાં બેસેલ નાનાવાડાના એસ.ટી. ડ્રાયવરનુ ઘટના સ્થળે જ કમકમાટી ભર્યુ મોત નીપજ્યુ છે જ્યારે એક ઇસમને ઈજાઓ પહોંચી છે. મેઘરજ રામગઢી રોડ પર આવેલ બાંઠિવાડા પાસે મેઘરજથી રામગઢી તરફ જતી રીક્ષાનં GJ31 3258ને સાંજના સમયે અચાનક રોડ સાઈડે પલ્ટી મારી જતા રીક્ષામાં બેસેલ નાનાવાડાના ઈસમ જગદિશભાઈ ઉજમાભાઈ બારીયા ઉ.વ.આ.૩૫ રહે.નાનાવાડા,તા.માલપુરનુ ઘટના સ્થળેજ મોત નીપજ્યુ છે જ્યારે અન્ય એક ઈસમને ઇજાઓ પહોંચી છે અકસ્માત અંગે મેઘરજ પોલીસે સ્થળ પંચનામુ કરી મૃતકની લાશને પી.એમ.અર્થે મેઘરજની સરકારી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો છે અને મેઘરજ પોલીસ દ્વારા આગળની વધુ કાર્યવાહી હાથ ધરાઈ છે.
મૃતક જગદિશભાઈ બારીયા છ માસ અગાઉ એસટી વિભાગમાં ડ્રાયવર તરીકે નોકરીમાં જોડાયા હતા જેઓને સંતાનમાં બે દિકરા છે જેમાં મોટૌ દિકરો આઠ વર્ષનો છે અને નાનો દિકરો ત્રણ વર્ષનો છે ત્યારે પિતાનુ મોત થતા 2 બાળકોએ પિતાની છત્રછાયા ગુમાવી છે.
પોઝિટિવઃ- તમે દરેક કાર્યને યોગ્ય રીતે કરવામાં સક્ષમ રહેશો. માત્ર કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખા અવશ્ય જાળવી લો. તમારા આ ગુણના કારણે આજે તમને કોઇ વિશેષ સફળતા પણ પ્રાપ્ત થઇ શકે છે. નેગેટિવઃ- આ ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.