કાર્યક્રમ:દૂધ મંડળીઓ અને ઉત્પાદકોને સ્વચ્છ અને ગુણવત્તા યુક્ત દૂધ સંપાદન કરવા ભાર મૂકાયો

મેઘરજએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • મેઘરજમાં જલારામ મંદિરે સાબરડેરી દ્વારા ઝોનલ કાર્યક્રમનું આયોજન

મેઘરજમાં જલારામ મંદિરે સાબરડેરી દ્વારા ઝોનલ કાર્યક્રમનું આયોજન સાબરડેરી તેમજ અમૂલ ફેડરેશનના ચેરમેન અને એનડીડીબીના ડિરેક્ટર શામળભાઇ બી. પટેલના પ્રમુખપદે કરાયુ હતું. બેઠકમાં દૂધ મંડળીઓ અને દૂધ ઉત્પાદકોને સ્વચ્છ અને ગુણવત્તા યુક્ત દૂધ સંપાદન કરવા અને ઉત્પાદન વધારવા પર ભાર મૂકાયો હતો.

સાબરડેરીના પૂર્વ વાઇસ ચેરમેન અને ડિરેક્ટર જયંતીભાઈ પટેલ, બેન્ક ડિરેક્ટર નરેન્દ્રભાઇ ઉપાધ્યાય, ભાજપ જિલ્લા મહામંત્રી ભીખાજી ડામોર, ભાજપ પ્રમુખ મેઘરજ ભુપતસિંહ ચૌહાણ, જિલ્લા પંચાયત ઉપપ્રમુખ કનુભાઇ મનાત,પૂર્વ જિલ્લા પંચાયત સદસ્ય બળવંતસિંહ રાઠોડ, પૂર્વ જિલ્લા પંચાયત સદસ્ય મણીલાલ પાંડોર,મોતીલાલ પટેલ (ઇસરી) તેમજ સાબરડેરીના આસિ. જનરલ મેનેજર ડો એમ.એન.પટેલ, ડો કે.આર.પટેલ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમનું સફળ સંચાલન મેનેજર ડો જે.કે.પટેલ દ્વારા કરાયુ હતું. કાર્યક્રમને સફળ બનાવવા શામળાજી એમ.પી.ઓના સુપરવાઇઝર હેમંતભાઈ પટેલે અને તેમની ટીમે જહેમત ઉઠાવી હતી.

અન્ય સમાચારો પણ છે...