પ્રવચન:ભગવાન મહાવીરના જીવનના આદર્શોને આપણા જીવનના આદર્શ બનાવીએ: ડો. મુનિશ્રી મદન કુમારજી

મેઘરજ,મોડાસાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
મેઘરજમાં તેરાપંથ જૈન સમાજ દ્વારા મહાવીર જયંતિ ઊજવાઇ - Divya Bhaskar
મેઘરજમાં તેરાપંથ જૈન સમાજ દ્વારા મહાવીર જયંતિ ઊજવાઇ
  • મેઘરજમાં તેરાપંથ જૈન સમાજ દ્વારા મહાવીર જયંતિનું આયોજન

મહાતપસ્વી જૈન આચાર્ય શ્રી મહાશ્રમણના શિષ્યો ડો. મુનિશ્રી મદનકુમારજી(સમદડી) ના સાનિધ્યમાં અને મુનિશ્રી સિદ્ધાર્થ કુમારજી (ફતેહગઢ), જિજ્ઞાસુ કુમારજી (અસાડા) ના નિદર્શનમાં તેરાપંથ ભવન મેઘરજમાં તેરાપંથ જૈન સમાજ દ્વારા મહાવીર જયંતિનું આયોજન કરાયુ હતું.

આ પ્રસંગે ડો. મુનિશ્રી મદનકુમારજીએ પોતાના પ્રવચનમાં જણાવ્યું હતું કે આપણે ભગવાન મહાવીરના જીવનના આદર્શો આપણા આદર્શો બનાવવા જોઇએ. ખેડબ્રહ્મા,માણસા, કુકરવાડા, વિજાપુર, હિંમતનગર, પ્રાંતિજ, મોડાસા,ઈડર,બડોલી, ભિલોડા, માલપુર, ઉભરાણ,ગાબટ, સુરત, મુજ્જફનગર,(બિહાર) વગેરે લગભગ 20 ગામનાં ભાઈઓ - બહેનો મોટી સંખ્યામાં ઉત્સાહથી ભાગ લીધો.હતો. અહિંસા રેલીનું આયોજન કરાયુ હતું. એનો મુખ્ય આશય હિંસાના વાતાવરણમાં અહિંસાની જરૂરિયાત છે એવો હતો.

મેઘરજ તેરાપંથ મહિલા મંડળ, તેરાપંથ કન્યા મંડળ, તેરાપંથ યુવક પરિષદ અને તેરાપંથી સભા સિવાય જ્ઞાનશાળાના બાળકોએ ભાષણ,ગીત, કવિતા દ્વારા ભગવાન મહાવીરના જીવનનો સંદેશ પ્રસ્તુત કર્યો હતો.ડો. મુનિશ્રી મદનકુમારજીએ મહાવીર જન્મ જયંતિ નિમિત્તે પ્રવચનમાં જણાવ્યું કે મહાવીરના જીવનના આદર્શોને આપણા જીવનના આદર્શ બનાવીએ.

મહાવીરના દર્શન અને સિદ્ધાંતને જીવનમાં ઉતારવાની જરૂરિયાત પર ભાર આપ્યો હતો. મહાવીર દ્વારા બતાવેલ રસ્તા ઉપર ચાલવાથી આપણું જીવન સુંદર અને શાંતિવાળું, શુભકારી અને આધ્યાત્મિક બની શકશે. 26 એપ્રિલે આચાર્યશ્રી મહાપ્રજ્ઞજીનો 13 મો મહાપ્રયાણ દિવસ મેઘરજમાં મનાવાની મુનિશ્રીએ ઘોષણા કરી હતી.

અન્ય સમાચારો પણ છે...