કોરોના:મેઘરજ મામલતદાર કચેરીમાં ના.મામલતદાર કોરોના સંક્રમિત

મેઘરજ12 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • કચેરીના 37 કર્મચારીઓના કોરોના ટેસ્ટ માટે સેમ્પલ લેવાયા

અરવલ્લી જીલ્લાના મેઘરજ મામલતદાર કચેરીમાં નાયબ મામલતદારનો કોરોના ટેસ્ટ પોઝિટિવ આવતાં આરોગ્ય તંત્ર હહકતમાં આવ્યુ છે. મેઘરજ મામલતદાર કચેરીમાં નાયબ મામલતદારનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા કચેરીના અન્ય કર્મચારીઓમાં પણ ફફડાટ ફેલાયો છે. આરોગ્ય વિભાગ દ્વારા મેઘરજ મામલદાર કચેરીમાં ફરજ બજાવતા કાયમી અને હંગામી કર્મચારીઓના કોરોના ટેસ્ટ માટેના સેમ્પલ લેવાની કાર્યવાહી હાથ ધરી હતી.

નાયબ મામલતદારના સંપર્કમાં આવેલ અન્ય સહકર્મચારીઓ અને મામલતદાર કચેરીમાં કામકાજ અર્થે આવેલ અરજદારોમાં પણ ફફડાટ ફેલાયો છે.તાલુકા આરોગ્ય અધિકારીએ જણાવ્યું કે નાયબ મામલતદાર મોડાસાના છે અને કેસની ગણતરી મોડાસા કરી છે તેઓના રહેઠાણનો વિસ્તાર કન્ટેનમેન્ટ કરવાની કામગીરી હાથ ધરી છે. મેઘરજ મામલતદાર કચેરીના 37 કર્મચારીઓના કોરોના ટેસ્ટ માટે સેમ્પલ લેવામાં આવ્યા છે.

અન્ય સમાચારો પણ છે...