તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વિવાદ:વાણિયાવાડા ગામે દુકાનદારે ગ્રાહક પાસેથી તમાકુના રૂ 6 લેતાં મારામારી

મેઘરજ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • દારૂડિયાએ ગ્રાહકને માથામાં લાકડી મારતાં 4 સામે ફરિયાદ નોંધાઇ

મેઘરજના વાણિયાવાડામાં દુકાનદારે તમાકુના રૂ. 6 ગ્રાહક પાસેથી લેતાં દુકાનદાર અને ગ્રાહક વચ્ચે વાતચીત દરમિયાન દારૂડિયાએ ગ્રાહકને માથામાં લાકડી ફટકારતાં ઈજાગ્રસ્ત થતાં સારવાર અર્થે ખસેડાયો હતો. જેમાં ચાર સામે મેઘરજ પોલીસમાં ફરિયાદ નોંધાઇ છે. વાણીયાવાડાના કાન્તિભાઈ ધુળજીભાઈ ડામોર મંગળવારે કડિયાકામ કરી પરત ઘરે આવતા હતા તે દરમિયાન વડથલી સ્ટેશન રોડ પર આવેલ કાન્તિભાઈ ખાંટની દુકાનમાં બુધાલાલ પડીકી લેવા ગયા હતા.

દરમિયાન દુકાનદારે પણ લોકડાઉનમાં તકનો લાભ લઈ પાંચ રૂપિયાની બુધાલાલના 7 માંગતા ગ્રાહકે દુકાનદારને કહેલ કે પાંચના બદલામાં છ લો પણ 7 કેમ માગો છો તેવી દુકાનદાર અને ગ્રાહક વચ્ચે વાતચીત ચાલતી હતી તે દરમિયાન નશામાં ધૂત સતીષભાઈ રામાભાઈ નિનામા ગ્રાહકને કહેતો હતો કે બુધાલાલનો ભાવ વધ્યો છે અહિયા કેમ વાતો કરે છે કહી કાન્તિભાઈને માથાના ભાગે લાકડી ફટકારતાં નીચે પડી ગયા હતા. તે દરમિયાન અન્ય ત્રણ શખ્સો આવી જતાં ચારેય ભેગા થઇ કાન્તિભાઈને મારતાં મેઘરજ પોલીસમાં સતિષ રાંમા, શારદા રામા, રામા કાના અને બાબુ મંગળા ડામોર તમામ રહે.વાણિયાવાડા સામે મારામારી અને જાહેરનામા ભંગનો ગુનો નોંધાવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...