પાણીની સમસ્યા:મેઘરજના સરદારપોળમાં પાણીની સમસ્યાથી કંટાળી મહિલાઓએ પંચાયતમાં માટલા ફોડ્યા

મેઘરજ24 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • વારંવાર પંચાયતમાં રજૂઆત કરવા છતાં કોઇ કાર્યવાહી ન કરાઇ

મેઘરજ નગરમાં પ્રારંભથીજ પાણીની ગંભીર સમસ્યા સર્જાઇ છે. ત્યારે ઉનાળામાં પાણીની સમસ્યા વધુ વિકટ બનતા મેઘરજ સહિત સરદારપોળ વિસ્તારના રહીશોએ નિયમિત અને પૂરતા પાણીની માંગ સાથે મેઘરજ પંચાયતમાં સૂત્રોચ્ચાર કરી માટલા ફોડી હોબાળો મચાવ્યો હતો.

મેઘરજમાં છેલ્લા કેટલાય સમયથી પાણીની સમસ્યા વધુ વિકટ બનતી જાય છે ત્યારે મેઘરજના પાંડોરવાસ ,સરદારપોળ, દરજીવાડા સહિતના વિસ્તારોમાં ગામ પંચાયત દ્વારા અપાતું પાણી પૂરતા પ્રમાણમાં અને નિયમિત ન મળતા રહીશો પાણીની સમસ્યાથી ત્રાહીમામ પોકારી ઉઠ્યા છે. ત્યારે પાણીની સમસ્યાનુ નિરાકરણ માટે મેઘરજ તાલુકા વિકાસ અધિકારીને અને ગામ પંચાયતને સમસ્યા નિવારણ માટે વારંવાર રજૂઆત કરવા છતાં સમસ્યાનું નિરાકરણ ન આવતા અંતે રહીશો અને મહિલાઓએ મેઘરજ ગામ પંચાયતમાં જઈ સૂત્રોચ્ચાર કરી માટલા ફોડી વિરોધ દર્શાવી નિયમિત અને પૂરતા પાણીની માંગ કરી છે.

અન્ય સમાચારો પણ છે...