તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ઘોર બેદરકારી:મેઘરજના ગોડાઉનમાં બે વર્ષથી ટેકાના ભાવે ખરીદેલ 1700 કટ્ટા મકાઇનો જથ્થો સડી ગયો

મેઘરજ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
અનાજ વિતરણ ન કરતાં મકાઇનો પાવડર બની ગયો છે. - Divya Bhaskar
અનાજ વિતરણ ન કરતાં મકાઇનો પાવડર બની ગયો છે.
  • અરવલ્લી જિલ્લા પુરવઠાની ઘોર બેદરકારી, ગરીબોને ખાવાનો જથ્થો જીવાત ખાઇ ગઇ

મેઘરજમાં અરવલ્લી જિલ્લાપુરવઠા તંત્રની ઘોર બેદરકારી સામે આવી છે. જેમાં સરકાર દ્વારા બે વર્ષથી ખરીદાયેલ ટેકાના ભાવે મકાઇનો 1700 મકાઇના કટ્ટા સડી ગયાનું બહાર આવતાં ચકચાર મચી ગઇ છે. મેઘરજમાં પુરવઠા વિભાગના નવા ગોડાઉનમાં બે વર્ષ અગાઉનો ટેકાના ભાવે ખરીદેલ મકાઇના 1700 કટ્ટાના જથ્થામાં જીવાત પડી જતાં મકાઇનો પાવડર થઇ જતાં તમામ જથ્થો અખાદ્ય બની ગયો છે.

પુરવઠાના ગોડાઉન પરથી તાલુકાની 60 જેટલી સસ્તા અનાજની દુકાનો પર અનાજનું વિતરણ થાય છે. દર મહિને જેતે ગોડાઉન ઉપરથી હાજર જથ્થાનું પત્રક જિલ્લા કક્ષાએ જતું હોયછે ત્યારે પોતાની ફરજમાં બેદરકારી રાખનાર સરકારી બાબુઓના કારણે ખાવા લાયક લાખો રૂપિયાનો જથ્થો અખાદ્ય બની ગયો છે.

સરકારે અનાજ વિતરણ કરવાનું ન કહેતાં બગડ્યું
મેઘરજ સરકારી ગોડાઉનના નવા મેનેજર વી.ડી.ધમલાતનો ટેલિફોનીક સંપર્ક કરતાં જણાવાયું કે અનાજનો જથ્થો સડી ગયો છે. સરકારે અનાજ વિતરણ કરવાનું ન કહેતાં અનાજ બગડી ગયુ છે.

અન્ય સમાચારો પણ છે...