ચકચાર:મેઘરજના છીકારી ગામે બોરનું પાણી પીવાલાયક ન હોવાના બોર્ડ લગાવાયા

મેઘરજ13 દિવસ પહેલા
  • કૉપી લિંક
પીવાના પાણીના બોર પાસે બોર્ડ લગાવાયા હતા. - Divya Bhaskar
પીવાના પાણીના બોર પાસે બોર્ડ લગાવાયા હતા.
  • અસામાજિક તત્વોએ પાણીના બોરમાં ઝેરી દવા નાખી સામૂહિક હત્યાનું કારસ્તાન ઘડ્યું હતું
  • આરોગ્ય વિભાગે લીધેલા બોરના પાણીના સેમ્પલમાં ઝેરી તત્વો મળી આવ્યા

મેઘરજ તાલુકાના અંતરીયાળ અને ટ્રાયબલ વિસ્તારના રાજસ્થાન સરહદને અડીને આવેલ છીકારી ગામે અસામાજિક તત્વોએ પાણી પીવાના બોરમાં ઝેરી દવા નાખી સામૂહિક હત્યાનું કારસ્તાન ઘડતા ચકચાર મચી હતી. આ ઘટના અંગે આરોગ્ય વિભાગે પાણીના સેમ્પલ લીધા હતા જે સેમ્પલનો રિપોર્ટ સાત દિવસ બાદ આવતા પાણી પીવાલાયક ન હોવાથી આરોગ્ય વિભાગે બોર ઉપર પાણી કોઈએ પીવું નહીંના બોર્ડ લગાવ્યા છે.

છીકારી ગામે દેવદિવાળીના તહેવાર નિમિત્તે પાઠપુજનનો કાર્યક્રમ રાખેલ હતો ત્યારે આ કાર્યક્રમ અંતર્ગત રાત્રી ભજન અને સંતવાણીનો પણ કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો ત્યારે આવા સમયે અસામાજીક તત્વોએ પીવાના પાણીના બોરમાં ઝેરી દવા નાખી સામૂહિક હત્યાનો પ્રયાસ કરતા ચકચાર મચી છે ત્યારે આવા સમયે ભજન સંતવાણીમાં આવનાર તમામ લોકોના જીવ પણ તાળવે ચોંટ્યા હતા ત્યારે રાત્રીના સમયે કાર્યક્રમ હોવાથી આયોજકોએ બપોરથી જ વાપવાનું અને પીવાનું પાણી ભરી લીધેલ હોવાથી મોટી જાનહાની ટળી છે.

ત્યારે રાત્રીના કાર્યક્રમ બાદ સવારે બોરમાંથી ઝેરી દવાની ગંધ આવતા અને બોરના બાજુમાંથી ખાલી દવાની બોટલ મળી આવતા ગ્રામજનોએ આરોગ્ય વિભાગને જાણ કરતા આરોગ્ય વિભાગે પાણીના સેમ્પલ લેવા સહીતની કાર્યવાહી હાથ ધરી હતી. જે પાણીના સેમ્પલ મોડાસા ખાતે મોકલવામાં આવ્યા હતા અને મોડાસા ખાતેથી સાત દિવસ બાદ પાણીના સેમ્પલનો રિપોર્ટ આવતા પાણીમાં ઝેરી તત્વો મળી આવ્યા હોવાથી આરોગ્ય વિભાગે તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી પાણી પીવાલાયક ન હોવાથી કોઈએ પાણી પીવું નહીં તેવી જાણ કરી બોર ઊપર બોર્ડ લગાવ્યા છે.

અન્ય સમાચારો પણ છે...