તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ક્રાઇમ:મેઘરજના વાંસળી ગામે વૃદ્ધાની ડુંગર પરથી લાશ મળતાં ચકચાર

મેઘરજ10 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • મગનું શાક બનાવવા પતિ સાથે ઝઘડો થતાં બે દિવસ અગાઉ ઘરેથી નીકળી ગયા હતા

મેઘરજ તાલુકાના વાંસળીમાં ઘરે સામાન્ય બાબતે ઝઘડો થતાં બે દિવસ અગાઉ ઘરેથી નીકળી ગયેલા 60 વર્ષિય વૃદ્ધાની વાંસળીના ડુંગર ઉપરથી મૃત હાલતમાં રવિવારે લાશ મળી આવતા ચકચાર મચી જવા પામી છે. વાંસળીના 60 વર્ષીય ધુળીબેન અને પતિ વચ્ચે બે દિવસ અગાઉ મગનું શાક બનાવવા બાબતે ઝઘડો થયો હતો અને ઝઘડામાં ધુળીબેન કહેલ કે તમો બીજી પત્નીઓ કરતા ફરો છો તેવી સામાન્ય બાબતે બોલાચાલી થઈ હતી. જેથી લાગી આવતાં ધુળીબેન ઘર છોડીને ચાલ્યા ગયા હતા.

આ ઘટના અંગે ધુળીબાના દિકરાને કોઈકે જાણ કરી હતી કે તારી બા ઘર છોડીને ચાલી ગઈ છે અન શોધખોળ કરેલ પણ મળેલ નથી. જેથી કસાણાથી પરત આવેલ પુત્રએ મામાના ઘરે અને સગાસંબંધીઓમાં બાની તપાસ કરી હતી. પરંતુ કોઈ પત્તો મળ્યો ન હતો.

દરમિયાન શોધખોળ દરમિયાન ડુંગરોમાં જતાં ડુંગર ઉપર નીલગીરી નીચે લોકોના ટોળા એકઠા થયેલ જોવા મળ્યા હતા અને ત્યા ધુળીબેન (60) સવારે દસેક વાગે મૃત હાલતમાં જોવા મળતા પરિવારજનો પર આફત આવી પડી હતી. આ ઘટના અંગે મૃતકના પુત્ર કાવાભાઈ સુપરભાઈ ખરાડીએ ઇસરી પોલીસને જાણ કરતાં ઇસરી પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજની સ્થિતિ થોડી અનુકૂળ રહેશે. બાળકોને લગતા કોઇ શુભ સમાચાર મળવાથી મન પ્રસન્ન રહેશે. ધાર્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવાથી માનસિક શાંતિ પણ મળી શકે છે. નેગેટિવઃ- ધનને લગતું કોઇપણ પ્રકારનું લે...

  વધુ વાંચો