તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પાણીની સમસ્યા:મેઘરજમાં પાંચ દિવસે પાણી આવતાં મહિલાઓ પાણી માટે રઝળી રહી છે

મેઘરજ21 દિવસ પહેલા
  • કૉપી લિંક
પાંચ દિવસે પાણી આવતાં મહિલાઓ પાણી માટે રઝળે છે. - Divya Bhaskar
પાંચ દિવસે પાણી આવતાં મહિલાઓ પાણી માટે રઝળે છે.
  • અગાઉ મેઘરજના દરજીવાડા વિસ્તારમાં પાણીની સમસ્યા થઇ હતી

મેઘરજમાં પાંચ દિવસે પાણી આવતાં પાણીનો કકળાટ શરૂ થતાં પાણી માટે મહિલાઓને આમતેમ રઝળવાનો વારો આવતાં પંચાયત સામે ઉગ્ર રોષ ફેલાયો છે. મેઘરજમાં પાંચ દિવસે પાણી આવતાં મહિલાઓ ત્રાહિમામ પોકારી ઉઠી છે. ત્યારે અગાઉ પણ મેઘરજના દરજીવાડા વિસ્તારની મહિલાઓએ મેઘરજ ગ્રામ પંચાયત અને તાલુકા પંચાયતમાં જઈ પાણીની સમસ્યા અંગે રજૂઆત કરી ભારે હોબાળો મચાવ્યો હતો. મેઘરજરમાં કરોડાના ખર્ચે બનાવેલા પાણીના સમ્પ વ્યર્થ સાબિત થયા હોવાનું અને ભ્રષ્ટાચારને મોકળુ મેદાન મળ્યુ હોવાની નગરજનોમાં બૂમ ઉઠી છે.

તાલુકા વિકાસ અધિકારી એસ.ટી.સુથારે જણાવ્યુ કે સમગ્ર મેઘરજમાં પાણીની સમસ્યા છે છે વિસ્તારમાં પાણીની સમસ્યા છે તે વિસ્તારમાં બોરમોટર મંજૂર કરાયા છે. પરંતુ કામ પૂર્ણ કર્યા અંગેના પૂર્ણતા પ્રમાણપત્ર કોણ આપશે તે બાબતે કામગીરી અટકી છે. તેમજ મેઘરજમાં એસ.કે.2 ના પાણીના બે સમ્પ આવેલા છે. તે સમ્પમાંથી મેઘરજ પંચાયતને પાણી આપવામાં આવે તો પાણીની સમસ્યાનું નિરાકરણ શક્ય છે. વધુમાં જણાવ્યું કે પાણીની સમસ્યાવાળા વિસ્તારોમાં ટૂંક સમયમાંં નિરાકરણ આવી જશે.

અન્ય સમાચારો પણ છે...