કાર્યવાહી:મેઘરજમાં શાળાના ગેેટ આગળથી બે છાત્રાનું અપહરણ કરનાર બે ઝડપાયા

મેઘરજએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • એક સપ્તાહ અગાઉ અપહરણ કરાયું હતું, બેલ્યોથી પકડાયાં

મૂળ ડામોરઢુંઢા ગામના વતની અને મેઘરજમાં રહેતા વાલીની દીકરી અને તેમની ભત્રીજીને રિક્ષામાં શાળા આગળથી અપહરણ કરી ભગાડી જતાં વાલીએ બે યુવક વિરૂદ્ધ મેઘરજ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. આ અંગે આરોપીઓને ઝડપી પાડવા પોલીસે અલગ અલગ દિશામાં તપાસ હાથ ધરી હતી. તે દરમિયાન અપહરણ કરનાર બંને લબરમુછીયાને બેલ્યો ગામેથી દબોચી લઈ જેલ હવાલે કર્યા છે.

મેઘરજના ડામોરઢુંઢા ગામના વતની અને કસ્બાના પાછળના વિસ્તારમાં રહી દીકરીઓને અભ્યાસ કરાવતા હતા. દરમિયાન હાઈસ્કૂલમાં ભણતી તેમની દીકરી અને તેમની ભત્રીજી બંને શાળામાં ચૂંટણી હોવાથી વહેલી શાળા છોડી હોવાથી શાળામાંથી પરત આવતી હતી તે દરમિયાન રિક્ષા લઈને આવી બે યુવકો બંને વિદ્યાર્થીનીઓને રિક્ષામાં બેસાડી બદકામ કરવાના ઇરાદે અપહરણ કરી ફરાર થઈ ગયા હતા.

રિક્ષા નંબર સહિત GJ 31x 5010 સહિત બંને યુવકો રાજદીપ વાલમ પરમાર રહે.રોલા,તા.મેઘરજ અને અજય વાઘા નિનામા રહે.ધૌલેશ્વર તા.માલપુર સામે અપરહણ અને પોક્સો સહિતનો ગુનો નોંધી આરોપીઓને ઝડપી પાડવા પોલીસે ચક્રો ગતિમાન કર્યા હતા અને એક સપ્તાહ બાદ બંને આરોપીઓ રાજદીપ વાલમ પરમાર રહે.રોલા,તા.મેઘરજ અને અજય વાઘા નિનામા રહે.ધૌલેશ્વર તા.માલપુરને દબોચી લેવાયા હતા.

અન્ય સમાચારો પણ છે...