તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સમસ્યા:મેઘરજમાં કોલેજની ઓનલાઇન પરીક્ષામાં ટેકનિકલ ખામી સર્જાતાં વિદ્યાર્થીઓ પેપર આપવાથી વંચિત રહ્યા

સીસોદરા3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ટેકનિકલ સમસ્યાથી છૂટી ગયેલા પેપરી પરીક્ષા ફરીથી લેવા વિદ્યાર્થીઓમાં માંગ

મેઘરજ સરકારી કોલેજની બી.એ સેમ.૧ ની મુખ્ય પરીક્ષા યુનિવર્સિટી દ્વારા તાજેતરમાં ઓનલાઇન લેવાઇ હતી. જેમાં અંતરિયાળ વિસ્તારના વિદ્યાર્થીઓને મોબાઇલ નેટવર્કના અભાવે ટેકનીકલ ખામી થતાં મુખ્ય પરીક્ષાના એક થી બે પેપર છૂટી જતાં તેવા વિદ્યાર્થીઓને પરીક્ષા વિભાગ દ્વારા અગાઉ થી જાણ કરી ટેકનિકલ સમસ્યાથી છૂટી ગયેલ મુખ્ય પેપરોની પરીક્ષા ફરીથી લેવા વિદ્યાર્થીઓમાં માંગ ઉઠી છે. મેઘરજ સરકારી કોલેજની બી એ સેમ.૧ ની મુખ્ય પરીક્ષા તા.19 જૂને અને 26 જૂન દરમિયાન યુનિવર્સીટી દ્વારા ઓનલાઇન લેવાઇ હતી.

જેમાં મેઘરજ કોલેજ ના 1 હજાર ઉપરના વિદ્યાર્થીઓને પરીક્ષા આપવાની હતી. પરંતુ ગ્રામીણ વિસ્તારોમાં કેટલાક વિદ્યાથીઓને ટેકનિકલ સમસ્યાને અને મોબાઇલ નેટવર્કના અભાવે એક અથવા બે પેપરની મુખ્ય પરીક્ષા આપવાની રહી ગઇ છે. પરીક્ષાથી વંચિત રહેલ વિદ્યાર્થીઓએ મેઘરજ કોલેજને લેખિતમાં કારણ દર્શાવતી જાણ પણ કરી હોવાનુ વિદ્યાર્થીઓએ જણાવ્યુ છે ત્યારે યુનિવર્સીટી દ્વારા ટેકનિકલ સમસ્યાના કારણે અને નેટવર્કના અભાવે પરીક્ષાથી વંચિત રહેલ વિદ્યાર્થીઓની બીએ સેમ.૧ ની મુખ્ય પરીક્ષા યુનિવર્સીટી દ્વારા જેતે વિષય ની લીંક પર ફરીથી લેવામાં આવે તેવી વિદ્યાર્થીઓમાં માંગ ઉઠી છે.

અન્ય સમાચારો પણ છે...