ધરપકડ:મેઘરજમાં ક્રિકેટનો સટ્ટો રમતો 1 ઝબ્બે, 16 વિરુદ્ધ ફરિયાદ નોંધાઇ

મેઘરજ22 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ચેન્નઈ- દિલ્હીની મેચમાં સટ્ટો રમાડાતો હતો
  • મોબાઇલ-રોકડ સહિત 14હજારની મત્તા જપ્ત

મેઘરજમાં આઈપીએલ T-20 ક્રિકેટનો ઓનલાઇન સટ્ટો રમાતો હોવાની બાતમી આધારે મેઘરજ પોલીસે પાનના ગલ્લા પર રેડ કરી પોલીસે રૂ.14320ના મુદ્દામાલ સાથે એકને ઝડપી અન્ય 15 સહિત 16 સામે ફરિયાદ નોંધી હતી.

મેઘરજઈ.પી.આઈ.એમ.ડી.પંચાલ અને સ્ટાફે બાતમી આધારે જૂના બજારમાં મહેતા ટ્રેડર્સની પાસે નામ વિનાના પાનનો ગલ્લો ચલાવતા મહેન્દ્ર રમણ રાઠોડ રહે.રેલ્યોને ઝડપી મોબાઇલમાં તપાસ કરતાં રમાઈ રહેલ ચેન્નઈ સુપર કિંગ અને દિલ્હી કેપિટલ ટીમના ખેલાડીઓને સિલેક્ટ કરી કરાવડાવી રન ઉપર પૈસા નક્કી કરી સટ્ટો રમી રમાડતો હોવાની માહીતી મળતાં મોબાઇલ નંગ-1 કિં. રૂ.10હજાર,રોકડ રૂ.4320 તથા સ્કીનશોર્ટની નકલો સહિત રૂ.14320નો મુદ્દામાલ ઝડપી પાડ્યો હતો અન્ય 15 મળી કુલ -16 સામે જુગારધારાની કલમ હેઠળ ગુનો શખ્સ સામે કાયદેસરની કાર્યવાહી મેઘરજ પોલીસે કરી હતી.

અન્ય સમાચારો પણ છે...