તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દુર્ઘટના:બાંઠીવાડા બોગામાં ચુલામાંથી તણખલું ઉડતાં કાચા ઘરમાં લાગેલી આગમાં 5 પશુઓનાં મોત

સીસોદરા2 મહિનો પહેલા
 • કૉપી લિંક
બોગામાં આગ લાગતા પાંચ પશુઓના મોત નીપજ્યા. - Divya Bhaskar
બોગામાં આગ લાગતા પાંચ પશુઓના મોત નીપજ્યા.
 • 2 ગાય,ભેંસ,પાડુ,વાછરડા અને ઘરવખરી આગમાં બળીને ખાખ

મેઘરજ તાલુકાના ગામે ઘરના ચુલામાંથી અચાનક તણખુ ઉડી ઘર ઉપર પડતા ઘર,ઘર વખરી તેમજ પાંચ પશુઓ જીવતા આગમાં ભુંજાતા પશુપાલક પર આભ ફાટ્યાની સ્થિતિ નિર્માણ પામી છે.

બાંઠીવાડા બોગા-૨ ગામે દિલીપભાઈ રાંમાભાઈ ડામોરના ઘરે સળગતા ચુલામાંથી પવનના કારણે અચાનક ચુલામાંથી આગનુ તણખલુ ઉડી કાચા ઘરના ઉપર પડતા અચાનક ઘર સળગવા લાગ્યુ હતુ અને જોત જોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતા ઘર,ઘરનો સરસામાન અને ઘરવખરી તેમજ ઘરમાં બાંધેલ ૨ ગાયો,૧ ભેંસ,૧ ભેસનુ પાડુ અને ૧ગાયના વાછરડા સહીત પાંચ પશુઓના આગમાં કરૂણ મોત નીપજતા પશુપાલકના માથે આભ ફાટ્યાની સ્થિતિ નિર્માણ પામી છે.

જ્યારે પશુપાલકે સમયસુચકતા વાપરતા આબાદ બચાવ થયો હતો ત્યારે અચાનક આગ લાગતા પવનના કારણે ઘર સહીત પશુઓ આગમાં જીવતા હોમાઈ જતા પશુપાલકનો પરીવાર દુધ વિહોણો થયો છે આ ઘટના અંગે બાંઠીવાડા પંચાયતના સરપંચ અને તલાટીને જાણ કરતા વહીવટીતંત્રએ સ્થળપંચનામુ કરી આગળની વધુ કાર્યવાહી હાથ ધરી છે ત્યારે ભોગબનનાર પરિવારને તાકિદે સરકાર ધ્વારા સહાય ચુકવવામાં આવે તેવી માંગ ઉઠી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે આર્થિક યોજનાઓને ફળીભૂત કરવાનો યોગ્ય સમય છે. સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે તમારી ક્ષમતા પ્રમાણે કામ કરો. જમીનને લગતી ખરીદદારી કે વેચાણનું કામ પૂર્ણ થઇ શકે છે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમ...

  વધુ વાંચો