ફરિયાદ:સીસોદરા (અ)માં છોકરી ભગાડવા બાબતે મારામારી

મેઘરજએક મહિનો પહેલા
  • કૉપી લિંક

મેઘરજના સીસોદરા(અ)માં તમે અમારી છોકરીને કેમ ભગાડી આપેલ છે કહી ગડદાપાટુનો માર મારી લાકડી ફટકારતાં ચાર લોકો સામે મેઘરજ પોલીસમાં ફરિયાદ નોંધાઇ છે. સીસોદરા અદાપુરના વિનાબેન પ્રતાપભાઈ બામણીયાએ મેઘરજ પોલીસમાં નોંધાવેલ ફરિયાદ મુજબ અમારા ફળિયાના મુન્નીબેન અશ્વિનભાઇ પગી તથા શિલ્પાબેન અશ્વિનભાઇ પગી બંન્ને તમો બામણીયાનાઓ મારી છોકરીને કાઢી આપેલ છે કહેતાં મારતાં ફળીયામાં રહેતા તુલસીભાઇ દલાભાઇ ખાંટ અને ભલાભાઇ ભુરાભાઇ ખાંટે પણ લાકડી મારતાં મુન્નીબેન અશ્વિનભાઇ પગી, શિલ્પાબેન અશ્વિનભાઇ પગી, તુલસીભાઇ દલાભાઇ ખાંટ તથા ભલાભાઇ ભુરાભાઇ ખાંટ સામે મેઘરજ પોલીસમાં ગુનો નોંધાયો છે.

અન્ય સમાચારો પણ છે...