મારામારી:મેઘરજના બેડઝમાં વિવાદીત જમીન પર બાંધકામ બાબતે પૂછતાં મારામારી

મેઘરજએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • મહિલાએ મેઘરજ પોલીસમાં 8 વિરુદ્ધ ફરિયાદ નોંધાવી

મેઘરજના બેડઝમાં જમીનનો કોર્ટમાં દાવો ચાલતો હોવા છતાં જમીન પર બાંધકામ શરૂ કરતાં પૂછવા ગયેલ ત્રણને મારતાં 8 સામે મેઘરજ પોલીસે ગુનો નોંધ્યો છે.વૈયા વાઘમહુડીના ચંપાબેન જયંતિભાઈ ભગોરાએ મેઘરજ પોલીસમાં નોંધાવેલ ફરિયાદમાં જણાવ્યું કે મારા પતિ જયંતિભાઈ તથા મારો ભાણીયો જગાભાઇ દિલીપભાઇ ભગોરા જણાઓ બેડઝ જાંબુડી ફળીમાં આવેલ જૂનો સર્વે નં.37/1 તથા નવો સર્વે નં.132,133ની જામીનની હાલ કોર્ટ દાવો ચાલતો હોઇ અને

આ જમીન ઉપર ધનજીભાઈ મંગળાભાઇ ભોઈ તથા રતીલાલ મંગળાભાઇ ભોઇનાઓએ જમીન ઉપર દુકાનો તેમજ તબેલો બનાવતા હોઇ જેથી આ જમીન બાબતે મારા પતિ તેમજ મારો ભાણીયો જગાભાઇ દિલીપભાઇ ભગોરાએ જમીન પર બાંધકામ બંધ કરવા બાબતે પૂછવા જતાં 6 શખ્સોએ બોલાચાલી દરમિયાન જાનથી મારી નાખવાની ધમકીઓ આપી દીગ્વિજય ધનજીભાઇ ભોઇને મારા પતિને બરડાના ભાગે લોખંડની પાઇપ મારી હતી અને કુલદિપભાઇ રણજીતભાઇ ભોઇને મારા પતિને માથાના ભાગે લાકડી મારી હતી અને મારા ભાણીયાને રાધાબેને પથ્થર માર્યો હતો. મેઘરજ પોલીસે 8 સમે ફરિયાદ નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

આમની સામે ફરિયાદ

  • ધનજીભાઈ મંગળાભાઇ ભોઈ
  • રાધાબેન ધનજીભાઇ ભોઇ
  • મેહુલકુમાર રતીલાલ ભોઇ
  • કુલદીપભાઇ રણજીતભાઇ ભોઇ
  • જશુભાઇ ખાંટ
  • દીગ્વિજય ધનજીભાઇ ભોઇ
  • તેજસકુમાર ધનજીભાઇ ભોઇ
  • વિદ્યાસાગર ધનજીભાઇ ભોઇ

રહે.તમામ.બેડઝ

અન્ય સમાચારો પણ છે...