તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

હાલાકી:મેઘરજ વાસણાના ગોડાઉન પર ચણાની મંથરગતીની ખરીદીથી ખેડુતોની લાઇનો

મેઘરજ2 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • નાફેડ દ્વારા મજુરોની સંખ્યા વધારી કામગીરી ઝડપથી કરવા માંગ

મેઘરજના વાસણા ગોડાઉનમાં સરકાર દ્વારા ફાળવવામાં આવેલ ચણા ખરીદ કેન્દ્રમાં નાફેડ એજન્સી દ્વારા ખેડુતોની ચણા ખરીદીની મંથર ગતીએ ચાલતી કામગીરીથી વાહનોની લાંબી કતારો લાગી છે. અને ખેડુતોને કલાકો સુધી તડકામાં ઉભા રહેવાનો વારો આવતા ખેડુતો ત્રાહીમામ પોકારી ઉઠ્યા છે.

મેઘરજના વાસણા ગોડાઉન ખાતે તા.15 માર્ચથી ચણા ખરીદીનો નાફેડ એજન્સી દ્વારા પ્રારંભ કરવામાં આવ્યો છે. જેમાં મેઘરજ તાલુકાના 1123 ખેડુતોએ ચણા વેચાણનુ ઓનલાઈન રજીસ્ટ્રેશન કરાવ્યુ છે જેમાં ખરીદી પ્રારંભના દસ દિવસમાં માત્ર 112 ખેડુતોના જ ચણા ખરીદાયા છે. ખરીદી મંથર ગતીથી થતાં ખેડુતો ત્રાહીમામ પોકારી ઉઠ્યા છે અને ખેડુતોને ભુખે તરસે તડકામાંં કલાકો સુધી વાહનો લઈને ઉભા રહેવાનો વારો આવ્યો છે ત્યારે નાફેડ એજન્સી દ્વારા મજુરોની સંખ્યા વધારી ચણા ખરીદીની પ્રક્રીયા ઝડપી બનાવા ખેડુતોમાં માંગ ઉઠી છે.

મેઘરજ સરકારી ગોડાઉન મેનેજર એમ.એલ.અસારીનો સંપર્ક કરતા જણાવ્યુ હતુ કે એકબાજુ ઘઉંની અને બીજુ બાજુ ચણાની ખરીદી ચાલે છે. જેથી મજુરોને બંને બાજુ કામ કરવુ પડે છે તેમજ હોળીનો તહેવાર નજીક હોવાથી મજુરોને સામાજીક કામકાજ અર્થે બહાર જવાનુ થાય છે જેના કારણે વર્તમાન સમયમાં ખરીદી ધીમી પ્રક્રીયાથી થાય છે જે ખરીદી હોળીના તહેવાર બાદ રાબેતા મુજબ ચાલુ થઈ જશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વ્યક્તિગત તથા વ્યવહારિક ગતિવિધિઓમાં સારી વ્યવસ્થા બની રહેશે. નવી-નવી જાણકારીઓ પ્રાપ્ત કરવામાં પણ યોગ્ય સમય પસાર થશે. તમારે તમારા મનગમતા કાર્યોમાં થોડો સમય પસાર કરવાથી મન પ્રફુલ્લિત રહેશે અને...

  વધુ વાંચો