ખેડૂતનું બિલ કેન્સલ:બેડઝ ગામના ખેડૂતે ટેકાના ભાવે વેચેલા ઘઉંના રું.6 લાખ મેળવવા ગ્રાહક સુરક્ષામાં ફરિયાદ કરી

સીસોદરાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • મેઘરજ સરકારી ગોડાઉનમાં મૃતક ગોડાઉન મેનેજરની સહી કરી ખેડૂતનું બિલ કેન્સલ કરવાનો મામલો
  • ગોડાઉન મેનેજરના મોત બાદ મેનેજરની સહી કરી ખેડૂતનું બિલ કેન્સલ કરી દેવાયું હતું

મેઘરજના બેડઝના ખેડૂતે મેઘરજ સરકારી ગોડાઉનમાં 1 વર્ષ અગાઉ વેચેલ ઘઉંનુ બિલ સરકારી ગોડાઉનના મૃતક મેનેજરની સહી કરી કેન્સલ કરતાં ખેડૂતે વેચેલ ઘઉંના નાણાં મેળવવા વારંવાર કચેરીનો સંપર્ક કરવા છતાં ટેકાના ભાવે વેચેલ ઘઉંના 6 લાખ ન મળતાં આખરે ખેડૂતે ગ્રાહક તકરાર નિવારણ સમક્ષ ફરિયાદ દાખલ કરી છે.

મેઘરજ ગોડાઉનમાં બેડઝના ખેડૂત નટવરસિંહ રામસિંહ જાડેજાએ તા.17-4-21ના રોજ 50 કિલોના 615 કટ્ટા વજન 30750 કિલો વેચાણ આપ્યા હતા. જે અંગેનુ પાકુ બિલ અને ગ્રેડીંગ રિપોર્ટ પણ ખેડૂતને અપાયો હતો. ત્યારબાદ તા. 03-05-2021ના રોજ સરકારી ગોડાઉન મેનેજર એમ.એલ.અસારીનું કોરોનામાં મોત નિપજ્યું હતું.

દરમિયાન નટવરસિંહને આપેલ બિલની પ્રિન્ટ કચેરીમાંથી પુન:કોઈક શખ્સે તા.06-05-21ના રોજ કાઢી તે બિલ નીચે એમએસપી કેન્સલ કરવા તેમજ ભૂલથી 615 કટ્ટાનું બિલ રકમ રૂ.607321.50 બની ગયેલ છે તેવુ પેનથી લખી નીચે મૃત ગોડાઉન મેનેજર એમ.એલ.અસારીનો સહિ સિક્કો કરેલ હોવાનું જણાવતા ગોડાઉન મેનેજર તા.03-05-21ના રોજ મૃત્યુ પામ્યા હતા તો સહિ સિક્કો કોને કર્યો અને ક્યારે કર્યો?

ખેડૂતે સાબરકાંઠા મહે.ગ્રાહક તરકાર નિવારણ કમિશનમાં ખેડૂતે મુખ્ય અધિકારી સરકારી ગોડાઉન વાસણા, મુખ્ય જિલ્લા અધિકારી રાજ્ય નાગરિક પુરવઠા નિગમ તેમજ ગાંધીનગર મુખ્ય અધિકારી સામે ફરિયાદ દાખલ કરી છે.

અન્ય સમાચારો પણ છે...