ચોરી:મેઘરજમાં ગેસની ખાલી બોટલ ચોરાઇ

સીસોદરાએક મહિનો પહેલા
  • કૉપી લિંક

મેઘરજના સીસોદરા મેઘાઈના અજુભાઈ ભુરાભાઈ પગી ગત તા.13 ઓક્ટો. ના રોજ ગામના જ રિક્ષા ચાલકને ગેસનો ખાલી બોટલ અને રીફિલના અને ભાડાના રૂપિયા આપી ગેસના ખાલી બોટલને રિફીલ માટે રિક્ષામાં મૂકી રિક્ષા ચાલકને રિક્ષામાં સીએનજી ગેસ ભરાવવાનો હોવાથી રિક્ષા ચાલક ગેસનો ખાલી બોટલ સી.એન.જી પંપમાં પ્રતિબંધિત હોવાથી બહાર સાઇડમાં મૂકી રિક્ષા ચાલક ગેસ ભરાવવા ગયો હતો અને ગેસ ભરાવી પરત આવતાં ખાલી બોટલ જોવા ન મળતાં ખાલી બોટલ કોઈક અજાણ્યો શખ્સ લઈ ગયો હોવાનુ જાણવા મળતાં રિક્ષાચાલકે લાભાર્થીને જાણ કરતાં લાભાર્થી તાત્કાલિક સી.એન.જી.પેટ્રોલપંપે દોડી આવ્યા હતા અને સી.સી.ટીવી ફૂટેજ ચેક કરતાં એક રિક્ષાચાલક ખાલી બોટલ રિક્ષામાં મૂકીને લઈ ગયો હોવાનુ જણાતાં લાભાર્થીએ મેઘરજ પોલીસને જાણ કરતાં પોલીસે કાર્યવાહી કરી છે.

તલોદના ફોજીવાડામાં બાઇક-ટ્રેક્ટરની બેટરી ચોરાઇ
તલોદ તાલુકાના ફોજીવાડામાં તા.31-10-21 ના રોજ મળસ્કે દોઢ થી સવારે સાતેક વાગ્યાના સુમારે ભૌતિકકુમાર જીતેન્દ્રભાઇ પટેલનું બાઇક નં. જી.જે-09-ડી.એફ-6533 ઘર આગળ પાર્ક કરેલ હતું અને કિરીટભાઇના આઇસર ટ્રેક્ટરની એમરોન કંપનીની બેટરીની કોઇ અજાણ્યા શખ્સ ચોરી કરી લઇ જતાં ફરિયાદ નોંધાઇ હતી.

અન્ય સમાચારો પણ છે...