તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રજૂઆત:મેઘરજ તાલુકામાં ગેરકાયદે વેચાતું બોયોડીઝલ બંધ કરાવવા માંગણી

મેઘરજ23 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • પેટ્રોલપંપ ડીલરોએ મેઘરજ મામલતદારને આવેદન આપી રજૂઆત કરી

મેઘરજ તાલુકાના નગર સહીત ગ્રામ્ય વિસ્તારોમાં નકલી બાયોડીઝલ વેચવાનો ગેરકાયદેસર ધંધો કાળો કારોબાર ચાલી રહ્યો છે જેના કારણે પેટ્રોલી પંપના ડીલરોને આર્થિક નુકશાન ભૌગવવાનો વારો આવતાં પેટ્રોલપંપ ડીલરો દ્વારા ગેરકાયદેસર વેચાતુ બાયોડીઝલ રોકવા મેઘરજ મામતદારને આવેદન પાઠવ્યું છે.

મેઘરજ તાલુકામાં જેસીબી, ટ્રેક્ટરો અને ડમ્પરોમાં તેમજ મશીનરીમાં મોટાપાયે બાયોડીઝલ વાપરવામાં આવતુ હોય છે ત્યારે કેટલાક લેભાગુ તત્વો ઉપલા અધિકારીઓની મીલીભગગતથી સરકારને અંધારામાં રાખી GST બચાવવા એક બીલ ઉપર વારંવાર ગેરકાયદેસર બાયોડીઝલ વેચવાનો વેપલો કરે છે અને રાત્રી દરમિયાન આ તાલુકામાં મોટાપાયે નાની ટન્કરો દ્વારા ગેરકાયદેસર બાયોડીઝલ ઠાલવે છ.જેતે વિસ્તારના લાગતા વળગતા અધિકારીઓ કાર્યવાહી કરવાને બદલે મોટો તોડ કરી ગેરકાયદેસર પ્રવૃતીઓને પ્રોત્સાહિત કરતા હોવાનુ લોકમુખે ચર્ચાઈ રહ્યું છે.

આ અંગે જો ઉચ્ચ અધિકારી દ્વારા મુળમાંથી તપાસ હાથ ધરાય ગેરકાયદેસર બાયોડીઝલનુ મોટું કૌભાંડ બહાર આવવાની સંભાવના નકારી શકાતી નથી છે ત્યારે ઊચ્ચ અધિકારીઓ દ્વારા આવા અધિકારીઓની તપાસ કરી ગેરકાયદેસર રીતે વેચાતુ બાયોડીઝલ રોકવા મેઘરજ મામલતદારને આવેદન પાઠવ્યું છે અને ગુજરાત રાજ્ય ડી.જી.પી. આશિષ ભાટિયાને પણ કાર્યવાહી કરવા રજુઆત કરી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે તમારા વ્યક્તિગત સંબંધને મજબૂત કરવામાં વધારે ધ્યાન આપશો. સાથે જ તમારા વ્યક્તિત્વ અને વ્યવહારમાં થોડું પરિવર્તન લાવવા માટે સમાજસેવી સંસ્થાઓ સાથે જોડાવવું અને સેવા કાર્ય કરવું ખૂબ જ યોગ...

  વધુ વાંચો