માંગણી:મેઘરજ તાલુકામાં નિયમિત વીજપુરવઠો આપવા માંગ

મેઘરજ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • 8 કલાકની જગ્યાએ 2 કલાક વીજ પુરવઠો મળે છે : ખેડૂતો

મેઘરજ તાલુકામાં છેલ્લા કેટલાય સમયથી તાલુકાના ખેડુતોને વાવણીના સમયે 8 કલાકના બદલે 2 કલાક જ વીજપુરવઠો મળતા વલખાં મારવાનો વારો આવ્યો છે અને નિયમીત પુરવઠો ન મળતા ખેડૂતોની વાવણી મોડી પડતા વીજ તંત્રની બેદરકારીને લીધે ખેડુતોને રાતા પાણીએ રોવાનો વારો આવ્યો છે. મેઘરજ તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં ખેતીવાડી વીજકનેક્શનનો વીજપુરવઠો વારંવાર ખોરવાતા અને 8 કલાકમાંથી 2 કલાક જેટલો વીજપુરવઠો મળતા પ્રજા ત્રાહીમામ પોકારી ઉઠી છે. નિયમીત લાઈટ ન મળતા વાવણી લેટ થવાથી ખેડુતોને આર્થિક નુકશાન ભોગવવાનો વારો આવ્યો છે ત્યારે તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં વીજ સમસ્યા વારંવાર સર્જાય છે.

જેથી કચેરીને ફરિયાદ માટે ફોન કરે તો ફોન પણ ઉપાડવામાં આવતો નથી અને ફોન ઉપર વ્યવસ્થિત જવાબ આપતો ન હોવાનો અને વીજફોલ્ટ સર્જાયેલ વિજલાઈનનોનુ મેન્ટનન્સ કરાતું નથી અને વીજલાઇનનો ફોલ્ટ પણ દુર કરાતો ન હોવાથી ત્યારે ખેડુતોને વાવણીના સમયે યોગ્ય વિજપુરવઠો ન મળતાં ખેડુતો વીજતંત્રની કામગીરીથી ત્રાહીમામ પોકારી ઉઠ્યા છે ત્યારે મેઘરજ તાલુકામાં નિયમીત વીજપુરવઠો નહીં અપાય તો તાલુકાના ખેડૂતો ગાંધીચીંધ્યા માર્ગે આંદોલનની ચીમકી ઉચ્ચારી છે.

અન્ય સમાચારો પણ છે...