ધમકી:જામગઢમાં મહિલાને મારી નાખવાની ધમકી આપતાં 4 સામે ગુનો

મેઘરજ4 મહિનો પહેલા
  • કૉપી લિંક

મેઘરજ તાલુકાના જામગઢમાં તને તો મારે રાખવાની છે કહે મહિલાને અપશબ્દો બોલી મારા મારી કરતાં ચાર સામે ઈસરી પોલીસમાં ફરિયાદ નોંધાવા પામી છે.જામગઢ ગામના હરજનભાઈ માલાભાઈ મનાત તેમના ઘરે સાંજના સમયે હાજર હતા.

તે અરસામાં ગોવિંદભાઈ નવાભાઈ મનાતનાઓ હરજનભાઈના ઘરે આવી તને તો મારે રાખવાની છે કહી મહિલાને અપશબ્દો બોલતાં ના પાડતાં ગોવિંદે હાથમાં રહેલ લોખંડની પાઈપ હરજનભાઇને જમણા હાથના બાવડા પર ફટકારતાં ઇજાઓ પહોંચી હતી અને અન્ય ત્રણ શખ્સો આવી જતા સોમા રણછોડે બરડાના ભાગે લાકડી ફટકારી હતી અને ચારેય શખ્સો ગડદા પાટુનો માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપતાંઇજાગ્રસ્તોને સારવાર અર્થે ઇસરી ખસેડાયા હતા. વધુ સારવારની જરૂર જણાતાં હાજર તબીબે મોડાસા ખસેડવાનુ જણાવ્યું હતું.

આ ઘટના અંગે હરજનભાઈએ ચારેય સામે ગુનો નોંધાવતા ઈસરી પોલીસે ગોવિંદ નવા મનાત, સંજય ગોવિંદ મનાત, રાજુ ગોવિંદ મનાત, સોમા રણછોડ મનાત રહે.જામગઢ સામે ગુનો નોંધી આગળની વધુ તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...