તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વિવાદ:મેઘરજના લાલોડિયામાં જમીન બાબતે મારામારીમાં સામસામે ફરિયાદ નોંધાઈ

મેઘરજએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • તિક્ષ્ણ હથિયારો અને પથ્થરોથી હુમલો થતાં દોડધામ મચી હતી
  • કુલ 46 શખ્સો સામે હાફ મર્ડર અને રાયોટિંગ સહિતનો ગુનો દાખલ

મેઘરજના લાલોડિયામાં જમીનની બાબતે બંને પક્ષોએ સામસામે પોલીસ ફરિયાદ નોંધાવતાં પોલીસે 46 સામે રાયોટિંગ અને હાફ મર્ડર સહિતનો ગુનો નોંધ્યો હતો. લાલોડીયામાં હીરાભાઈ ભેમાભાઈ માલીવાડે નોંધાવેલ ફરિયાદ મુજબ 14 તેમજ અન્ય પરિજનોએ તિક્ષ્ણ હથિયારો તેમજ પથ્થરોથી ઉદા રમણ માલીવાડે હીરાભાઈ માલીવાડને માથાના ભાગે કુહાડી અને અર્જુન હીરા માલીવાડે ધારિયુ માર્યુ હતું તથા ભરત ધીરા માલીવાડે લક્ષ્મણભાઈને કુહાડી તથા હરેશ ભાથીએ જયંતી માલીવાડને માથામાં કુહાડી ફટકારી હતી અને ભેમા હિરા માલીવાડે શના સોમા માલીવાડને અને કનુ બાબુ માલીવાડે ચંદુ લાલા માલીવાડને લાકડી ફટકારી હતી.

જ્યારે હરેશભાઈ ભાથીભાઈ મારીવાડે નોંધાવેલ ફરિયાદ મુજબ શનાજ્ઞસોમા માલિવાડે હરેશશ્રભાથી માલિવાડને ગાલે તથા શરીરે લાકડી મારી હતી. હીરા ભેમા માલીવાડે ઉદા રમણને તથા માથામાં કુહાડી ફટકારી હતી તથા અમરત કાનાએ અરજન હીરાને પત્થરો માર્યો હતો. મણા ભુરા માલીવાડે શાન્તાબેનને લાકડી ફટકારી હતી. માંના મણાએ મધીબેન રમણભાઈને લાકડી ફટકારી હતી તથા લક્ષ્મણ સુકાએ સુર્યાબેનને લાકડી ફટકારી 25 જેટલા શખ્સોએ તીક્ષ્ણ હથિયારોથી હુમલો કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...