તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રોષ:મેઘરજના ગોડાઉનમાંથી સસ્તા અનાજમાં ઘટ આવતી હોવાની દુકાનદારોમાં બૂમ

મેઘરજ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • કટ્ટા દીઠ ચારથી પાંચ કિલો વજન ઓછું આવતું હોવાની બૂમરાડ

મેઘરજ સરકારી ગોડાઉન દ્વારા મેઘરજ તાલુકાના સસ્તા અનાજની દુકાનધારકોને વિતરણ કરાતાં ઘઉં અને મકાઈ સહિતના કટ્ટાઓના અનાજમાં ઘટ જોવા મળી હોવાની બૂમ ઉઠતા દુકાનદારોમાં ભારે રોષ ફેલાયો છે. વાસણા સ્થિત મેઘરજ સરકારી ગોડાઉનમાંથી સસ્તા અનાજની દુકાન દ્વારા ગ્રાહકોને વિતરણ કરવાનુ અનાજ ટ્રાન્સપોર્ટર દ્વારા પહોંચાડાય છે. ત્યારે મેઘરજ તાલુકામાં ચાલુ માસમાં લાભાર્થીઓને મકાઈનું વિતરણ કરવાનું કહેવાતા તાલુકાના તમામ દુકાનદારોને મેઘરજ સરકારી ગોડાઉનમાંથી મકાઈન કટ્ટા વિતરણ કરાયા છે.

દુકાનદારોએ પોતાના દુકાનમાં મકાઈના કટ્ટાનો વજન કરતાં કટ્ટા દીઠ ચારથી પાંચ કીલો વજન ઓછું આવતા મકાઇના કટ્ટામાં એક કટ્ટા દીઠ 4 થી 5 કિલોની ઘટ્ટ આવી હતી. ઘઉંના કટ્ટામાં 2 કિલો થી 500 ગ્રામ સુધીની ઘટ જણાઇ હતી. ચોખામાં કટ્ટા દીઠ 500 થી 700 ગ્રામ સુધીની ઘટ જણાતાં કેટલાક દુકાનદારો તંત્ર સામે રોષે ભરાયા હતા.

સસ્તા અનાજની દુકાન ચલાવતા દુકાનદારોના જણાવ્યા પ્રમાણે વર્ષોથી અનાજમાં ઘટ આવી રહી છે અને ગયા મહિને ઘઉમાં કટ્ટા દીઠ બે થી ત્રણ કિલોની ઘટ આવી હતી.ત્યારે સસ્તા અનાજના દુકાનદારો પણ વજનમાં ઘટ આવતી હોવાથી રેશનીંગકાર્ડ ધારકોને પણ જથ્થો ઓછો વિતરણ કરતાં હોવાની બૂમો ઉઠી છે.

અન્ય સમાચારો પણ છે...