સામૂહિક હત્યાનો પ્રયાસ:મેઘરજના છીકારી ગામમાં પીવાના પાણીના બોરમાં ઝેર નાખ્યું

મેઘરજ16 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • બોરની બાજુમાંથી દવાની બોટલ અને બોરમાંથી દવાની ગંધ આવતા મામલો સામે આવ્યો

મેઘરજના છીકારીમાં દેવદિવાળીના દિવસે અજાણ્યા અસામાજીક તત્વોએ પાણી પીવાના બોરમાં ઝેરી દવા નાખી સામૂહિક હત્યાનું કારસ્તાન ઘડતા ચકચાર મચી છે. ગઇ છે. બોરની પાસે દવાની બોટલ અને બોરમાંથી ગંધ આવતાં મોટી જાનહાની ટળી હતી.

છીકારીમાં દેવદિવાળીએ પાઠપૂજનનો કાર્યક્રમ હતો. ત્યારે આ સમયે કેટલાક અજાણ્યા અને અસંતોષી અસામાજીક તત્વોએ પીવાના પાણીના બોરમાં ઝેરી દવા નાખી સામૂહિક હત્યાનો પ્રયાસ કરતા ચકચાર મચી છે. રાત્રે કાર્યક્રમ હોવાથી આયોજકોએ બપોરથી જ વાપરવાનું અને પીવાનુ પાણી ભરી લીધેલ હોવાથી મોટીજાનહાની ટળી છે.

રાત્રિના કાર્યક્રમ બાદ સવારે બોરમાંથી ઝેરી દવાની ગંધ આવતાં અને બોરના બાજુમાંથી ખાલી દવાની બોટલ મળતાં ગ્રામજનોએ આરોગ્ય વિભાગને જાણ કરતાં આરોગ્ય વિભાગે પાણીના સેમ્પલ લેવા સહિતની કાર્યવાહી હાથ ધરી છે.

ગામના સરપંચે જણાવ્યું કે બોરમાં દવા નાખી હોવાની વાત મળતાં ઘટનાસ્થળે તપાસ કરવા ગયો હતો. તે દરમિયાન બોરમાંથી ઝેરી દવાની ગંધ આવતી હતી અને બોરની બાજુમાં દવાની ખાલી બોટલ પડી હતી. જેથી આરોગ્ય વિભાગને સેમ્પલ લેવા જણાવાયું હતું.

અન્ય સમાચારો પણ છે...