વિવાદ:મેઘરજના રાયાવાડામાં દૂધ ભરવાના ઝઘડામાં ઇંટો અને પથ્થરોથી હુમલો

મેઘરજ5 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ડેરીના કર્મચારીને દૂધ કેમ ઓછું ભર્યું કહી હુમલો કરતાં ચકચાર
  • 7 લોકો સામે રાયોટિંગ,એટ્રોસિટી અને બીજા પક્ષે મારામારીનો ગુનો

મેઘરજના રાયાવાડામાં દૂધનો ભાવ ઓછો કેમ આપો છો અને બીજા પક્ષે તમો કેમ જામીન થયા હતા આમ બંને પક્ષો વચ્ચે ઝઘડો થતાં બંને પક્ષોના સામ સામે કુલ 11 સામે ફરિયાદ નોંધાઇ છે. રાયાવાડાના દૂધ મંડળીના ટેસ્ટર ભલાભાઈ ફુલાભાઈ ડામોરે નોંધાવેલ ફરિયાદમાં જણાવ્યું હું રાબેતા મુજબ ડેરીમાં દૂધ ભરતો હતો.

તે દરમિયાન બાલાકાના દૂધ લઈને આવ્યા હતા અને સવારે દૂધનો ભાવ 35 રૂ.કેમ ભર્યો તો કહી બરણી મારતાં અન્ય ગ્રાહકને વાગી હતી. તેના ભાઈ અને પત્નીએ ડેરી ઉપર પથ્થરમારો કર્યો હતો અને અમો એટ્રોસીટીમાં ફસાવી દઇશુ તેવું કહી ધમકી આપતાં ટેસ્ટરે બાલાકાના ,જયંતી કાના અને નયનાબાલા ચમાર ત્રણેય રહે.રાયાવાડા સામે ફરિયાદ નોંધાવી હતી.

બીજા પક્ષે જયંતીભાઈ કાનાભાઈએ નોંધાવેલ ફરિયાદમાં જણાવ્યું હું ડેરીમાં દૂધ ભરવા ગયો ત્યારે ટેસ્ટર ભલાભાઈ મારા ભાઈને જમીન ઉપર પાડી દઈ મારતા હતા અને હું બચાવવા વચ્ચે પડતાં ભલા ડામોરે છુટ્ટી ઈંટ્ટો મારતાં ઇંટ જયંતીને વાગી હતી.

આમની સામે રાયોટિંગ અને એટ્રોસીટી મુજબ ફરિયાદ
ભલા ફુલા ડામોર, દિલીપ સવા ડામોર, રાયચંદ કાળુ ડામોર,અમરા સરદાર ડામોર,બીપીન ચંદુ ડામોર, સોમા મોતી ડામોર, અરવિંદ જયંતિ ડામોર તમામ રહે.રાયાવાડા,તા.મેઘરજ, તથા બીજા માણસોનું ટોળું

અન્ય સમાચારો પણ છે...