તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કાર્યવાહી:ડેરીયાપંચાલમાં વરઘોડો બંધ કરાવવા જતાં ઇસરી પોલીસ પર હુમલો ચારણવાડામાં લગ્નમાં 200 થી વધુ લોકો ભેગા થતાં 3 સામે ફરિયાદ

મેઘરજ, મોડાસા14 દિવસ પહેલા
 • કૉપી લિંક
બે પોલીસકર્મીઓને માથામાં, હાથે અને પગે ગંભીર ઇજાઓ - Divya Bhaskar
બે પોલીસકર્મીઓને માથામાં, હાથે અને પગે ગંભીર ઇજાઓ
 • ચારણવાડામાં એક વાલી અને બે ભાઇ સામે ફરિયાદ, ડેરીયાપંચાલમાં લગ્નનું આયોજન કરનારા, અમદાવાદનો પોલીસકર્મી, ડીજેનો માલિક અને વરઘોડામાં હાજર 100 સામે રાયોટિંગની ફરિયાદ

મેઘરજના ડેરીયાપંચાલમાં ડીજે સાથે નીકળેલ વરઘોડો બંધ કરાવવા જતાં ઇસરી પોલીસના બે કર્મચારીઓ પર વરઘોડામાં હાજર લોકો અને ડીજેના તાલે નાચતાં લોકોએ હિચકારો હુમલો કરતાં બંને કર્મીઓને માથામાં, હાથે અને પગે ગંભીર ઇજાઓ થતાં સારવાર અર્થે મોડાસાની સાર્વજનિક હોસ્પિટલમાં ખસેડાયા છે. આ અંગે પોલીસે લગ્નનું આયોજન કરનાર, અમદાવાદનો પોલીસકર્મી, ડીજેનો માલિક અને વરઘોડામાં હાજર 100 શખ્સો સામે રાયોટિંગ અને જાહેરનામા ભંગની ફરિયાદ નોંધી છે.

મોડાસાના ચારણવાડામાં પાંચ દીકરીઓના લગ્ન પ્રસંગમાં 200 કરતાં વધુ લોકો ભેગા થતાં પોલીસ ત્રાટકતાં જાહેરનામાનો ભંગ થયેલ જોવા મળતાં દીકરીઓનો 1 વાલી અને 2 ભાઈ સામે મોડાસા રૂરલ પોલીસમાં ફરિયાદ નોંધાઇ હતી. ઈસરી પોલીસ સ્ટેશન વિસ્તારના ડેરીયાપંચાલમાં વરઘોડા પર પ્રતિબંધ હોવા છતાં ડીજે સાથે વરઘોડો કાઢવામાં આવ્યો હતો. આ અંગે ડેરીયાપંચાલમાં વરઘોડામાં ભીડ એકત્ર થઈ હોવાની પોલીસ કંટ્રોલ વિભાગને ટેલિફોનીક વર્ધી મળતાં વર્ધીના આધારે ઇસરી પોલીસ સ્ટેશનના પાંચ પોલીસકર્મીઓ ડેરીયા પંચાલમાં વરઘોડો બંધ કરાવવા ગયા હતા.

તે અરસામાં વરઘોડીયાઓ અને પોલીસ વચ્ચે બોલાચાલી થતાં ડીજેના તાલે ઝૂમતાં વરઘોડીયાઓ દ્વારા ઇસરી પોલીસ પર હિચકારો હુમલો કરતાં બે કર્મીઓને માથાના અને હાથ-પગના ભાગે ગંભીર ઈજાઓ થતાં બંને ઇજાગ્રસ્તોને સારવાર અર્થે મોડાસાની સાર્વજનિક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. ડીજેને પોલીસ મથકે લવાયો હતો.આ ઘટના અંગે ઇસરી પોલીસે પોલીસ પર હુમલાનો ગુનો નોંધી તમામ આરોપીઓ સામે જાહેરનામા ભંગ અને રાયોટિંગ સહિતનો ગુનો નોંધ્યો છે.

મોડાસા રૂરલ પોલીસ સ્ટેશનનો સ્ટાફ લગ્ન સિઝન ચાલુ હોવાથી કોરોનાના કાયદાનો અમલ થાય છે કે નહીં તે માટે પેટ્રોલિંગમાં હતી. તે દરમિયાન સ્ટાફને બાતમી મળી હતી કે ચારણવાડામાં લગ્ન હોવાની માહિતીના આધારે પોલીસ ત્રાટકતાં ગામમાં 5 જેટલી દિકરીઓના લગ્ન પ્રસંગમાં 200 કરતાં વધુ લોકો ભેગા થયા હતા. લગ્નમાં 50 કરતાં વધુ માણસોને આમંત્રણ સામાજિક દૂરીનો ભંગ કરી અને જાહેરનામાનો ભંગ કરતાં પોલીસે દીકરીના લગ્ન યોજનાર અને 2 ભાઇ વિરુદ્ધ મોડાસા રૂરલ પોલીસમાં ફરિયાદ નોંધી હતી.

ઘાયલોને મોડાસાની સાર્વજનિક હોસ્પિટલમાં દાખલ કરાયા
ઘાયલોને મોડાસાની સાર્વજનિક હોસ્પિટલમાં દાખલ કરાયા

ડેરીયાપંચાલમાંઆમની વિરુદ્ધ ફરિયાદ નોંધાઇ
1.લગ્નનું આયોજન કરનાર તારાચંદ ભીમાભાઈ ખાંટ
2.પ્રવિણ ખરાડી, અમદાવાદ મેઘાણીનગરમાં પોલીસ તરીકે ફરજ બજાવનાર
3.ડી.જે.સાઉન્ડવાળો
4.લગ્નના વરઘોડામાં હાજર રહેનાર અન્ય 100 જેટલા શખ્સો

ચારણવાડામાં આમની વિરુદ્ધ ફરિયાદ નોંધાઇ
-દીકરીના લગ્ન યોજનાર દિનેશસિંહ બકુસિંહ પરમાર
- પોતાની બહેનના લગ્ન યોજનાર છત્રસિંહ હરિસિંહ પરમાર અને નિકેશકુમાર ભુરસિંહ પરમાર
તમામ રહે. ચારણવાડા તા. મોડાસા

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય આકરી મહેનત અને પરીક્ષાનો છે. પરંતુ બદલાતા પરિવેશના કારણે તમે જે નીતિઓ બનાવી છે તેમાં સફળતા ચોક્કસ મળી શકશે. થોડો સમય આત્મ કેન્દ્રિત થઇને વિચારોમાં લગાવો, તમને તમારા અનેક સવાલોનો જવાબ મળી...

  વધુ વાંચો