તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

તાલુકા પંચાયતની સુરક્ષામાં છીંડા:મેઘરજ તાલુકા પં.માં લોકાર્પણ સમયે મંત્રીએ વાવેલ છોડવા પશુ ખાઇ ગયા

સીસોદરા3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • બે દિવસ અગાઉ પ્રભારી મંત્રીએ તા.પં.માં લોકાર્પણ કર્યું હતું

મેઘરજમાં બે દિવસ અગાઉ તાલુકા પંચાયતમાં લોકોર્પણ કાર્યક્રમમાં વન અને આદિજાતી વિભાગના રાજ્ય કક્ષાના મંત્રીના હસ્તે કરેલ વૃક્ષારોપણના છોડવાઓ બે દિવસમાં પશુઓ ખાઇ જતાં પર્યાવરણ પ્રેમીઓમાં ભારે રોષ ફેલાયો છે.

મેઘરજમાં 2.40 લાખના ખર્ચે નવીન બનેલ તા.પં.નું બે દિવસ અગાઉ વન અને આદિજાતિ વિભાગના મંત્રી અને અરવલ્લી જિલ્લા પ્રભારી રમણલાલ પાટકર અને ઉપસ્થિત મહેમાનો અને હોદ્દેદારોના વરદ હસ્તે નવીન તાલુકા પંચાયતના પટાંગણમાં વૃક્ષારોપણ કરાયુ હતું. જે વૃક્ષારોપણના બે દિવસમાં મંત્રી અને મહેમાનોના હસ્તે વાવેલ છોડવાઓને પશુઓ ખાઇ જતાં તાલુકા પંચાયતની સુરક્ષામાં છીંડા જોવા મળ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...