વિવાદ:ગામ બહાર મૂકેલાને લોકાચારમાં કેમ લઈ ગયા કહી ધારિયું ફટકાર્યું

મેઘરજ5 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • મેઘરજ તાલુકાના મહુડી ગામનો બનાવ, 4 વિરુદ્ધ ફરિયાદ
  • 4 લોકો સામે ઇસરી પોલીસમાં હત્યા સહિતનો ગુનો નોંધાયો

મેઘરજના મહુડીમાં ગામ બહાર મૂકેલ છે તો તેને કેમ લોકાચારમાં લઈ ગયેલા કહી માથાના ભાગે ધારિયુ ફટકારતાં ચાર લોકો સામે હાફ મર્ડરનો ગુનો નોંધાતા ચકચાર મચી છે. પાદર મહુડી ગામના જગદીશભાઈ નાથાભાઈ રબારીનાઓએ ધવલ સોમા રબારીને કહેલ કે જોધાભાઈ કલાઈ રબારીને ગામના બહાર મૂકેલ છે તો તમો તેમને કેમ લોકાચારમાં લઈને ગયા હતા.

તેવુ કહેતા જ ધવલ સોમા રબારીએ પોતાના હાથમાં રહેલ ધારિયું ગાયનું દુધ દોહવા બેઠેલા જગદીશભાઈ નાથાભાઈ રબારીને મારી નાખવાના ઈરાદે માથામાં ધારિયું ફટકારતાં ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા અને અન્ય ત્રણ શખસો આવી લાકડી વડે માર મારતાં ગંભીર રીતે ઇજાગ્રસ્ત અને લોહીલુહાણ થયા હતા. જગદીશભાઇને તાત્કાલિક સારવાર અર્થે ખસેડાયા હતા. આ ઘટના અંગે અશોકનાથા રબારીએ ઇસરી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા ઇસરી પોલીસે ધવલ સોમા,દશરથ કલા,રાજુ પ્રભાત તથા ચીરાગ કલા રબારી સામે 307 સહિતની અન્ય કલમો હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...