રજૂઆત:મેઘરજમાં ખેડૂતોના પ્રશ્નોના નિરાકરણ માટે મામ.ને આવેદન

મેઘરજ4 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • મેઘરજ તાલુકા કિસાન સંઘ ખાતરની અછત દુર કરવા રેલી

મેઘરજ તાલુકા કિસાન સંઘ દ્વારા મંગળવારે મેઘરજ માર્કેટયાર્ડમાં ધરણાં યોજી ખેડૂતોના પડતર પ્રશ્નો અને રાસાયણિક ખાતરમાં ભાવ વધારો પરત ખેંચવા અને અછત દુર કરવા ખેડૂતોએ રેલી યોજી માંગ કરી મેઘરજ મામલતદારને આવેદન પાઠવ્યું છે.

ખેડુતોના પડતર પ્રશ્નો જેવા કે જમીન રી સર્વેમાં થયેલ ભુલો તાત્કાલિક સુધારવી,ખેતી પાકમાં થતા ભેલાણનું વળતર આપવુ, મોઘવારી પ્રમાણે દુધના ભાવો વધારવા, સમાન સિંચાઇ દર કરવા, જ્યાં સિંચાઇ નથી ત્યાં નવી સિંચાઇ વ્યવસ્થા ઉભી કરવી, ક્રુષિમાં મીટર પ્રથા નાબુદ કરવી, ખાતરમાં ભાવ વધારો પાછો ખેચવા, દિવસે વિજ પુરવઠો ચાલુ કરવા,જે વિસ્તારમાં સિંચાઇની સુવિધા નથી ત્યાં તળાવો ઊંડા કરી નર્મદાના ભરવા તથા નવા તળાવો બનાવવા ચેકડેમ રિપેર કરાવીને ભરવા વાત્રક અને માજુમ નદીમાં ઉપર વાસમાંથી પાણી નાખી બારેમાસ નદીઓ વહેતી કરવા સહિત પ્રશ્નોના નિરાકરણ માટે અને પડતર પ્રશ્નોની માંગ સાથે તાલુકા કિસાન સંઘે મેઘરજ મામલતદાર સજ્જનસિંહ ચૌહાણને આવેદન પાઠવી રજૂઆત કરી હતી.

અન્ય સમાચારો પણ છે...