તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વિવાદ:રિક્ષામાં લોકડાઉનની જાહેરાત કરતાં યુવકને કેટલાક શખ્સોએ લાફા ઝીંક્યા

મેઘરજ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • મેઘરજ ગ્રામ પંચાયત દ્વારા રિપોર્ટ તૈયાર કરી મામલતદાર અને પોલીસને સોંપવાની કાર્યવાહી હાથ ધરાઈ

મેઘરજ ગામ પંચાયત દ્વારા લોકડાઉનની રિક્ષામાં જાહેરાત કરવા મોકલેલા યુવકને કેટલાક અસામાજીક તત્વોએ જાહેરાતનો વિરોધ કરી વ્યક્તિને લાફા ઝીંકી દેતા ભારે રોષ ફેલાયો છે અને આ અંગે ગ્રામ પંચાયત ધ્વારા રીપોર્ટ તૈયાર કરી મામલતદાર અને પોલીસને સોંપવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

મેઘરજ મામલતદાર કચેરી ખાતે કોરોના સંક્રમણ રોકવા મામલતદાર એસ.એ.ચૌહાણની અધ્યક્ષતામાં મેઘરજ ગામ પંચાયતના તલાટી, સરપંચ, વેપારી એસોશીએશન, પોલીસતંત્ર અને અગ્રણીઓએ બેઠક યોજી આગામી 9 મેથી 16 મે સુધી એક સપ્તાહનુ સંપુર્ણ લોકડાઉનનો નિર્ણય કરવામાં આવ્યો હતો. ત્યારે મેઘરજ ગ્રામ પંચાયત દ્વારા લોકડાઉનની જાહેરાત માટે અનુરાગભાઈને માઈક લઈને રીક્ષામાં મોકલ્યા હતા ત્યારે જુના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર આગળ બજારમાં બેસેલા કેટલાક અસામાજીક તત્વોએ તું કેમ જાહેરાત કરવા નીકળ્યો છે કહી માઈકના વાયરો ખેંચી નાખી લાફા ઝિંકી દીધા હતા.

મેઘરજ ગામ પંચાયતે અનુરાગભાઈ ઉપાધ્યાયને ગ્રામ પંચાયતમાં બોલાવી ઘટના અંગેના જવાબો લઈ સમગ્ર રીપોર્ટ મેઘરજ મામલતદાર અને પોલીસને સોંપવામાં આવશે.ત્યારે પોલીસ દ્વારા આવા અસામાજીક તત્વોને કાયદાનંુ ભાન કરાવી સબક શીખવાડવામાં આવે તેવી નગરની પ્રજામાં માંગ પ્રબળ બની છે.

અન્ય સમાચારો પણ છે...