ધરપકડ:મેઘરજમાં ઓનલાઇન ક્રિકેટનો સટ્ટો રમાડતો સટોડિયો ઝડપાયો

મેઘરજ16 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સનરાઈઝર્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગલોરની મેચમાં સટ્ટો રમતો
  • રોકડ-મોબાઇલ સહિત કુલ રૂ.51530નો મુદ્દામાલ જપ્ત, 6 સામે ગુનો

મેઘરજમાં પોલીસે જૂના દવાખાના આગળ ક્રિકેટ પર સટ્ટો રમતાં શખ્સને રૂ.1530, અને 50 હજારના મોંઘાદાટ મોબાઈલ સાથે કુલ રૂ. 51530 ના મુદ્દામાલ સાથે ઝડપી મોબાઇલ ચેટના આધારે 6 સામે જુગારધારા હેઠળ ગુનો નોંધ્યો છે.

મેઘરજ ઈ.પી.આઈ.એમ.ડી.પંચાલ અને સ્ટાફે બાતમી આધારે જૂના દવાખાના આગળ ઓટલા ઉપર બેસી યુવાન આઈપીએલ ટી-20 મેચ પર ઓનલાઇન સટ્ટો રમાડતો હોવાનો શક જતાં યુવકનો મોબાઇલ તપાસતાં હાલમાં રમાઈ રહેલ સનરાઈઝર્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગલોરના ટીમના ખેલાડીઓને સિલેક્ટ કરી કરાવડાવી રન ઉપર પૈસા નક્કી કરી સટ્ટાબાજીનો જુગાર રમી રમાડતો હોવાની માહિતી મળતાં રેડ કરી આસીફ ઉર્ફે બાયકોટ મહોમ્મદ બાકરોલીયા રહે.મેઘરજને મોબાઇલ નંગ-1 કિં. 50હજાર રૂ.1530 તથા સ્કીનશોર્ટની નકલો સહિત કુલ રૂ.51530નો મુદ્દામાલ ઝડપી 6 સામે ગુનો નોંધ્યો છે.

આમની સામે ગુનો
1.લાલો ઉર્ફે પપ્પલ શાહનવાજ
2.વા.ય.પી.યુનુસ ગુલામ પટેલ
3.ઓવેશ હરી ઓવેશ બાકરોલીયા
4.કારો કોલગેટ ઉર્ફે કારો રહીમ બાકરોલીયા
5.ડેલો હાજી સલાઉદ્દીન બાકરોલીયા
6.આસીફ ઉર્ફે બાયકોટ મહોંમદ બાકરોલીયા(ઝડપાયેલ)

અન્ય સમાચારો પણ છે...