તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

દુર્ઘટના:મેઘરજના લીંબોદરામાં યુવતીને સાપ કરડતાં મોત

સીસોદરાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • યુવતી ખેતરમાં ઘાસચારો લેવા ગઇ હતી

મેઘરજ તાલુકાના લીંબોદરા ગામે ખેતરમાં ઘાસચારો લેવા ગયેલી 19 વર્ષીય યુવતીને સાપ કરડતાં યુવતીનું સારવાર દરમિયાન મોડાસાની ખાનથી હોસ્પિટલમાં મોત થતાં સમગ્ર પંથકમાં ફફડાટ ફેલાયો છે.લાશનું મેઘરમાં પોસ્ટમોર્ટ કરાવી લાશ પરિવારને સોંપાઇ હતી.

લીંબોદરા ગામની ૧૯ વર્ષીય બીએના બીજા વર્ષમાં અભ્યાસ કરતી યુવતી રમીલાબેન હીરાભાઈ ડામોર સાંજના સમયે પોતાના ખેતરમાં ઘાસ ચારો લેવા ગયા હતા. તે દરમિયાન સાપે દંશ મારતાં યુવતીને સારવાર અર્થે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. જ્યાં સારવારમાં યુવતીનું અચાનક મોત થતા મેઘરજ સરકારી હોસ્પિટલમાં પીએમ કરાવી મૃતક યુવતીની લાશને પરિવારજનોને સોંપવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...