તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

અકસ્માત:ટ્રેક્ટર અને ડાલું ટકરાતાં ઉભેલા યુવકને ઇકોએ ટક્કર મારતાં મોત

મેઘરજ9 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • મેઘરજના ભેમાપુર માંડલી પીકઅપ સ્ટેન્ડે ટ્રિપલ અકસ્માત
  • પિતા ઘાયલ, ખેરાઇના પિતા- પુત્ર ટ્રેક્ટર લઇ મંડપ ભરવા જતા હતા

મેઘરજના ભેમાપુર માંડલી પીકઅપ સ્ટેન્ડ પાસે મંડપ લેવા જતાં ટ્રેક્ટર અને ડાલું ટકરાતાં અકસ્માત બાદ ટ્રેક્ટર ચાલક અને ડાલાનો ચાલક બંને વાહનો રોડ સાઈડ મૂકી ચર્ચા કરતા હતા. તે દરમિયાન ઈકોએ બે શખ્સોને ટક્કર મારતાં પુત્રનું મોત થયું હતું. પિતાને ગંભીર ઈજાઓ થતાં સારવાર અર્થે ખસેડાયો હતો.

ખેરાઈના ભવાનભાઈ લાલુભાઈ દોઢીયાર શુક્રવાર સાંજે ટ્રેક્ટરનં.GJ 09 AD 1268 લઈને પોતાના પિતા અને ભાઈ સાથે પાલ્લામાં મંડપ ભરવા જતા હતા. દરમિયાન માંડલી ભેમાપુર પીકઅપ સ્ટેન્ડ પાસે વૃક્ષ રોડ ઉપર પડેલુ હોવાથી ટ્રેક્ટર ચાલકે રોડ સાઈડમાં થઈ પસાર થતા હતા. ત્યારે મેઘરજ તરફથી આવતા ડાલાએ ટ્રેક્ટરને ટક્કર મારતાં બંને ચાલકો વાહનો રોડ સાઈડમાં મૂકી અકસ્માત અંગે ચર્ચાઓ કરતા હતાફ તે દરમિયાન ઉન્ડવા તરફથી ઈકોએ રોડ સાઈડમાં ઉભા ટ્રેક્ટર સવાર શખ્સોને ટક્કર મારતાં પિતા લાલુભાઈ તથા તેમના દીકરા સંજયને માથાના ભાગે અકસ્માતમાં ગંભીર ઈજાઓ પહોંચી હતી. ત્યારે બંને ઈજાગ્રસ્તોને સારવાર અર્થે પ્રથમ મેઘરજ ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા હતા.

જ્યાં વધુ સારવાર અર્થે મોડાસાની ખાનગી હોસ્પિટલમાં ખસેડાતાં હાજર તબીબે સંજયભાઈ લાલુભાઈ દોઢીયાર (26)ને મૃત જાહેર કર્યા હતા. મૃતકના ભાઈ ભવાનભાઈ દોઢિયારે ઈકો નંGJ 31N 3441ના ચાલક સામે ફરિયાદ નોંધાવી છે.

અન્ય સમાચારો પણ છે...