તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

દુર્ઘટના:મેઘરજના પટેલઢુંઢા પાસે ડમ્પરચાલકે બાઈકને ટક્કર મારતા યુવાનનું મોત

મેઘરજ21 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • લિભોઈથી બે યુવકો બાઈક લઈ સિદરીયા ગામે આવેલી દુકાને જતાં અકસ્માત

મેઘરજ તાલુકાના પટેલઢુંઢા ગામ પાસે ડમ્પર ચાલકે બાઈકને ટક્કર મારતાં બાઈક પાછળ બેસેલા લિંભોઈ ગામના 25 વર્ષીય યુવાનનું મોત નીપજ્યું હતુ. જ્યારે બાઈક ચાલકને શરીરે ઈજાઓ પહોંચી હતી. લિંભોઈ ગામના રવિભાઈ જશવંતભાઈ દરજી(ઉ.25)ની સિદરીયા ગામે રોડ ઉપર દુકાન આવેલી હોઇ જેઓ રાબેતા મુજબ દુકાને જવા કુટુંબી કલ્પેશભાઇ નટુભાઇ દરજી સાથે બુધવાર સવારે આશરે સાડા છ વાગ્યે ઘરેથી બાઈક (જીજે 31 ઈ 3100) લઇને નીકળ્યા હતા.

પટેલઢુંઢા ફળી થોડેક આગળ જતાં ડમ્પર(જીજે 9.એયુ 7071)ના ચાલકે બાઈકને ટક્કર મારતાં બાઈક પર સવાર બંને યુવકો પટકાયા હતા. બાઈક પાછળ બેસેલા રવિ દરજીના શરીર પર ડમ્પરનું ટાયર ફરી વળતાં ઘટના સ્થળે મોત નીપજ્યું હતું જ્યારે બાઈક ચાલક કલ્પેશભાઇ નટુભાઇ દરજીને ગંભીર ઈજા થતાં એકઠા થયેલા લોકોએ તાત્કાલિક ખાનગી વાહનમાં મેઘરજની ખાનગી હોસ્પીટલમાં સારવાર અર્થે ખસેડ્યા હતા. આ અંગે મૃતકના મોટાભાઈ પવનભાઈ જશવંતભાઈ દરજીએ મેઘરજ પોલીસ મથકે ફરાર ડમ્પર ચાલક ફરિયાદ નોંધાવી હતી.

અન્ય સમાચારો પણ છે...