તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

અકસ્માત:મેઘરજના ડુંડવાડા નજીક આધેડ મહિલાનું કારની ટક્કર વાગતાં મોત

મેઘરજ19 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • અકસ્માત કરી કારચાલક કાર મૂકી ફરાર થઇ ગયો

મેઘરજના ડુંડવાડા પાસે અનાજ માગીને આવતી આધેડ મહિલાને કારચાલકે અડફેટ લેતાં મહિલાને માથા અને પગના ભાગે ગંભીર ઈજાઓ થતાં સારવારમાં મોત થતાં ફરાર કારચાલક સામે મેઘરજ પોલીસમાં ફરિયાદ નોંધાઇ હતી.

કમળાબેન જીવાભાઈ વાલ્મિકી (55) રવિવાર બપોરના આશરે ત્રણ વાગે તેમની કુટુંબી મહિલા અનાજ માગીને પોતાના ઘરે આવવા ડુંડવાડા પુલિયા પાસે રોડ સાઈડ ઉભી હતી. તે દરમિયાન ઉન્ડવા તરફથી આવતી કાર નં. જીજે 31 એન 0731ના ચાલકે મહિલાને અડફેટ લેતાં સારવાર અર્થે મેઘરજ અને વધુ સારવાર અર્થે મોડાસા લઈ જતાં રસ્તામાં કમળાબેનનું મોત થયું હતું.

મેઘરજ સિવિલમાં લાવી તપાસ કરતાં હાજર તબીબે કમળાબેન જીવાભાઈ વાલ્મીકી (55) રહે. ભેમાપુર તા.મેઘરજને મૃત જાહેર કરતાં કારચાલક સામે મૃતકના પુત્ર ભાથીભાઇ જીવાભાઇ વાલ્મીકીએ મેઘરજ પોલીસમાં ફરિયાદ નોંધાવતા મેઘરજ પોલીસે કારના ચાલક સામે અકસ્માતે ગુનો નોંધ્યો હતો. અકસ્માત કરી કારચાલક કાર મૂકીને ફરાર થઇ ગયો હતો.

અન્ય સમાચારો પણ છે...