તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કાર્યવાહી:મેઘરજના તરકવાડા પાસેથી ઈકોમાંથી રૂ.1,44,000 ના દારૂ સાથે શખ્સ ઝબ્બે

સીસોદરા3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • બ્રાહ્મણ કોટડા પાસે કારમાંથી રૂ.39650ના દારૂ સાથે શખ્સ ઝબ્બે

મેઘરજના ઈસરી પોલીસ સ્ટેશન વિસ્તારના તરકવાડા ચાર રસ્તા પાસેથી ઈસરી પોલીસે રૂ.1.44 લાખના દારૂ સાથે શખ્સને ઝડપી પાડ્યો છે. બ્રાહ્મણ કોટડાની સીમમાંથી રૂ.39650 ના દારૂ સહિત રૂ.3,92,650 ની મત્તા કબ્જે લઈ શખ્સ પકડાયો હતો. ઇસરી ઈ.પોલીસ ઇન્સપેક્ટર વી.વી.પટેલને બાતમી મળી હતી કે એક રાજસ્થાનના કાળાપાણી તરફથી ઈકોમાં દારૂ ભરી નવાગામ તરફથી તરકવાડા થઈ વાવકંપા તરફ જનાર છે.

જે બાતમીના આધારે ઇસરી પોલીસે તરકવાડા ત્રણ રસ્તા પાસે નાકાબંધી કરીબાતમીવાળી ઇકો આવતા રોકતાં ચાલક અને બાજુમાં બેસેલ શખ્સ ઉતરી ભાગવા જતા ચાલકને ઝડપી પાડ્યો હતો. જ્યારે બાજુમાં બેસેલ અન્ય શખ્સ ફરાર થઈ ગયો હતો.

કારમાં તપાસ કરતાં દારુની બોટલો કુલ.નંગ.1056 કિંમત રૂ.1,44,000 તથા ઇકો નં.GJ 01 RP 3924 ની કિં. 300000 તથા મોબાઇલ કિં. રૂ.500 મળી કુલ રૂ.4,44,500 નો મુદ્દામાલ કબ્જે લઈ ઝડપાયેલ ઈસમ કાન્તી કમલેશ સોમા હોતા રહે.માલમાથા,તા.બીછીવાડા,જી.ડુંગરપુર તથા ફરાર થયેલ. જીતુ રહે.ચુંડાવાડા,તા.બીછીવાડા બંને સામે ફરિયાદ નોંધી છે.

બ્રાહ્મણ કોટડાની સીમમાંથી ઇસરી પોલીસે કાર નં.GJ18 AZ 4368 માંથી દારુની બોટલો કિં. 39650 તથા કાર કિં. રૂ.3,50,000 તથા મોબાઇલ મળી કુલ રૂ.3,92,650 ના મુદ્દામાલ સાથે ગોવિંદ લાલુરામ તેજારામ કટારા રહે.માન્ડવા,સામે ગુનો નોંધ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...