વૃક્ષો કાપવા મામલે ઝઘડો:મેઘરજના ઈપલોડામાં દબાણ મામલે બોલાચાલીમાં 9 વિરુદ્ધ એટ્રોસીટીની ફરિયાદ નોંધાઇ

મેઘરજ20 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • માલિકીની જમીનમાં વૃક્ષો કાપવાની ના પાડતાં ઝઘડો

મેઘરજના ઈપલોડામાં શનિવારે પંચાયતે દબાણો દૂર કરવાની કાર્યવાહી હાથ ધરી હતી.જેમાં માલિકીની જમીનમાં આવેલ વૃક્ષો કાપવાની ના પાડતાં બોલાચાલી થતાં 9 સામે એટ્રોસીટી મુજબ ગુનો નોંધાયો છે. ઈપલોડામાં શનિવારે દબાણ દૂર કરવા ગામ પંચાયતે જેસીબીથી કાર્યવાહી હાથ ધરી હતી.

જેમાં સાંજે ખેતર માલિક કાન્તિભાઈ અમરાભાઈ પરમાર (વણકર) ના સર્વે નં. 482 વાળા ખેતરમાં આવેલ વૃક્ષો જેસીબીથી પાડતા વૃક્ષો પાડવાની ના પાડતા ઉપરોક્ત તમામ શખસોએ તમે કોણ છો તમે ગામ છોડીના ચાલ્યા જાઓ તમને મંદિરમાં પ્રવેશવા દેવાના નથી કહી જાતિવિષયક અપમાનિત શબ્દો બોલી જાનથી મારી નાખવાની ધમકીઓ આપી આંબલી-2 અને લીમડા-3 પાડી નાખતા કાન્તિભાઈ અમરાભાઈ પરમારે મેઘરજ પોલીસ મથકમાં મનહર પરમા પટેલ, હસમુખ કોદર પટેલ, શૈલૈશ ભીખા પટેલ, કાન્તી મનોર પટેલભીખા રણછોડ પટેલ, ડાહ્યાભાઈ શિવાભાઈ પટેલ, ભરત ગલા ડામોર, કાન્તિ મનોર સાંકળા પટેલ, રાકેશ ભીખા પટેલ તમામ રહે.ઈપલોડા,તા.મેઘરજ સામે એટ્રોસીટી એક્ટ હેઠળ ફરિયાદ નોંધાઇ છે.

અન્ય સમાચારો પણ છે...