અકસ્માત:મેઘરજમાં બાઇકની ટક્કરે બાળક ગંભીર રીતે ઘાયલ

મેઘરજ2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

મેઘરજમાં રોડ ક્રોસ કરતા બાળકને બાઇકચાલકે અડફેટે લેતાં બાળક ગંભીર રીતે ઘાયલ થયો હતો. બાળકનો પગ હાડકાંથી જુદો થઇ ગયો હતો.

મેઘરજમાં ટ્રાફિકની સમસ્યાને લીધે બી.એસ.એન.એલ એક્સચેન્જ સામે ફટાકડા લઈને રોડ ક્રોસ કરતાં બાળકને બાઈકચાલકે અડફેટ લેતાં બાળકની હાલત ગંભીર થઈ હતી અને બાળકનો પગ હાડકાંથી જુદો થઈ ગયો હતો. ત્યારે દિવાળી ટાણે બાળકને અકસ્માત સર્જાતાં પરિવારજનોના માથે આભ ફાટ્યું છે અને બાળકને સારવાર અર્થે અને પગના ઓપરેશન માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડાયો હતો. ત્યારે પોલીસતંત્ર દ્વારા મંડપ અને ટેન્ટ દૂર કરાવી ટ્રાફિકની સમસ્યા હલ કરવા પ્રજામાં માંગ ઉઠી છે.